Abtak Media Google News

વકીલ બ્રીજ શેઠે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પાઠવ્યો પત્ર: મોટાભાગના દેશોમાં સ્કુલના અભ્યાસક્રમમાં આ વિષય સમાવાયો છે

સુરતમાં બનેલી આગની દુર્ઘટના અનુસંધાને વકીલ બ્રીજ શેઠે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર પાઠવી એક રજૂઆત કરી છે જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્રશિક્ષણ સ્કુલોમાંથી જ આપવામાં આવે અને આ વિષય અભ્યાસક્રમમાં સમાવાય તો આપતિ વેળાએ ચોકકસ જીવ બચાવી શકાય છે.

બ્રીજ શેઠે પત્રમાં જણાવ્યું છે કે દુર્ઘટનામાં ભોગ બનનાર બાળકો, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા કુદરતી આપત્તિઓને અને આગજની જેવી દુર્ઘટના માટે પ્રશિક્ષીત હોત તો પોતાની જાતને તે બચાવી શકેલ હોત કે જાનહાની નિવારી શકાય હોત?જો તે બાળકો દુર્ઘટના માટે પ્રશિક્ષીત હોત તો પોતાની જાત બચાવવામાટ વિશેષ સારા જાનહાની નિવારક પગલા લઈ શકયા હોત?

જો તે બાળકો દુર્ઘટના માટે પ્રશિક્ષીત હોત તો તેઓ પોતાની જાત તથા અન્યને મદદરૂપ થવા માટે વિશેષ સારા રક્ષાત્મક પગલા લઈ શકયા હોત? ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડામાં જે તે સમયે સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા ૩૧.૫ કરોડની હતી અને તે સ્કુલે જતા બાળકો બાબતેની સંખ્યા જે તે સમયે વિશ્ર્વની સૌથી મોટી સંખ્યામાંહેની એક ચોથા નંબરની હતી જે સંખ્યા સને ૨૦૧૯માં સ્પષ્ટ પણે તેનાથી વધુ હોય જ.

આપણા સ્કુલોનાં અભ્યાસક્રમમાં ડિઝાસ્ટર, રીસ્ક મેનેજમેન્ટ એજયુકેશન એટલે કે આપતિ જાગૃકતા અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવતો નથી આ અભ્યાસક્રમ માટે અમુક સ્કુલ દ્વારા આગળ વધી પ્રયાસ કરવામાં આવે છે તો મોટા હિસ્સા ધારકો તેને આ દિશામાં આગળ વધવા દેતા નથી કે, સહકાર આપતા નથી, અને આ મુદાને તદન બિન જ‚રી ગણાવવામાં આવે છે. અને તેના માટેનું મુખ્ય કારણ એવું ધરવામાં આવે છે કે, સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ શિક્ષણ બોર્ડમાં આ વિષયનો સમાવેશ થતો નથી.

વિશ્ર્વના મોટાભાગના દેશોને ડિઝાસ્ટર અવેરનેસ એજયુકેશનની મંહત્વતા સમજાયેલ છે. અને તેઓએ તેમના સ્કુલના અભ્યાસક્રમમં આ વિષયનો સમાવેશ કરેલ છે. જે તે દેશમાં પ્રાયમરી સ્કુલ જતા બાળકો પોતાની જાતને દુર્ઘટના ડીઝાસ્ટર આપતિ જાગૃકતા અને તે બાબતેની યોગ્ય સમયે ઉપયોગીતા માટે અભ્યાસ કરે છે. વિશ્ર્વના ૨૦૦થી વધુ દેશમાંથી મોટાભાગના અગ્રગણ્ય દેશોમા ડીઝાસ્ટર મેનેજમેન્ટનો અભ્યાસક્રમ ફરજીયાત બનાવવામાં આવેલ છે.

ભારતમાં એવી આગજનીની અનેક દુર્ઘટનાઓના આપણે સાક્ષી છીએ. જેમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને આપાતકાલીન જાગૃતતાના અભાવે મોટી જાનહાની થયેલ છે. જેની ભરપાઈ સમાજ દ્વારા અને શાસકો દ્વારા આર્થિક રીતે અને સામાજીક રીતે આજ દિન સુધી થઈ શકેલ નથી.

અત્યારેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે બાળકોને યોગ્ય પ્રશિક્ષણ સ્કુલના અભ્યાસ ક્રમમાંથક્ષ જ મળે તેનામાટે યોગ્ય પગલા તાત્કાલીક લેવા માટેનો સમય આવી ગયેલ છે. તેમજ આ પ્રશિક્ષણની અગત્યતા બાળકોને સમજાવવી જોઈએ જેને કારણે તેઓ સમય આવ્યે પોતાની જાત તથા સમાજના અન્ય વ્યકિતઓને મદદ‚પ બની શકે અને જાગૃકતા લાવી શકે.

તેઓ આશા રાખે છે કે, ઉપરોકત સુચનને સમાજના ઉત્કર્ષ તથા ભવિષ્યની આવનારી પેઢીના નિર્માતા એવા બાળકો માટે તાત્કાલીક અમલમાં મુકવામાં આવશે અને ભારતની પ્રજાએ તમો ઉપર ઉમેલ વિશ્ર્વાસની પરીપૂર્તી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.