Abtak Media Google News

આધુનિક પ્રક્રિયાથી ઝેરી પાણીને પણ શુદ્ધ કરી શકાશે.

ઉનાળાની સીઝનમાં શેરડીના રસની ભરમાર હોય છે. શેરડીના કાકવીની ભારતીય ભઠ્ઠીઓ, પીણનું ઉત્પાદન જ નહીં પણ તેમાં રહેલા ઝેરી અવશેષો પણ દુર કરે છે માટે રસ કાઢી લીધા બાદના છોતા ખેડુતો માટે ખુબ જ ઉપયોગી છે.

શેરડીના છોતામાંથી ઘેરા લાકડા રંગનો તીવ્ર ચીકણો પદાર્થ બને છે જે જમીનને થતા નુકસાનોથી રક્ષણ અપાવે છે. સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ભાવનગરે એક ટેકનોલોજી વિકસાવી છે. જે ફકત પોટાશ ખાતર જ નહીં પણ પશુઓના ખોણ માટે પણ ઉપયોગી છે.

જેની સૌથી વાત છે કે તે ટોકસીક ઝેરી પાણીને શુદ્ધ કરે છે. ઉધોગ નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રતિ લીટર ઈથનોલનું ઉત્પાદન પર ૮ થી ૧૫ લિટર ટોકસીક પાણી નિકળે છે.

તેથી પર્યાવરણ પણ નુકસાન પહોંચે છે. ભારતમાં હાલ ૩ ટકા ઈથેનોલ બ્લેન્ડ ફયુલનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાથી ઈંધણ માટેના મિશ્રણમાં સૌથી મોટો ફાયદો થશે. આપણે હજુ ૧૦ ટકા બ્લેન્ડ ફયુલનું ઉત્પાદન કરવા સક્ષમ બનશું અને નવા યુનિટોની પણ શરૂઆત થશે.

જેના પહેલા પાયલોટ પ્રોજેકટમાં સુરતની નવી પારદીમાં કામરેજ શુરાર મિલમાં પ્રયોગ કરવામાં આવશે ત્યારે તેની અન્ય પ્રક્રિયા મહારાષ્ટ્રમાં થશે. સામાન્ય ૬૦ કિલોલીટર પ્લાન્ટ ૬૦૦ થી ૬૫૦ કયુબીક મીટર જમીનના પાણીને સાંચવે છે. ૫૦૦ કયુબીક મીટરમાંથી આ પ્રક્રિયાથી પાણીનું પણ રીસાયકલ કરવામાં આવશે અને કંઈ પણ વેસ્ટ જશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.