Abtak Media Google News

લોકડાઉનમાં ટ્રેન બંધ છે ત્યારે આ સમયનો સદુપયોગ કરી લાઈન ફેરવી નાખવા માગ

જૂનાગઢ શહેર વિકાસના આયોજનમાં  કરવાના કામમાં સૌથી અગ્રતા શહેરમાં ફાટકોની સમસ્યાઓ દૂર કરવાની કામગીરી ગણવામાં આવે છે, ત્યારે જૂનાગઢની સામાજિક સંસ્થા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા જૂનાગઢના જાગૃત નાગરિક આશિષભાઈ રાવલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અત્યારે લોક ડાાઉન નો સમયગાળો અને ટ્રેનો બંધ છે, ત્યારે શહેરમાંથી પસાર થતી વિસાવદર લાઇનને અન્યત્ર ફેરવી લઈ, શહેરમાં ફાટકની સમસ્યા નિવારણ કરવા ની કામગીરી કરી લેવી જોઇએ.

શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા જૂનાગઢના જાગૃત નાગરિક આશિષભાઈ રાવલ એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જૂનાગઢ મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન અને ફાટક સમસ્યા દૂર કરવા માટે રેલવે લાઈનને અન્ય તરફ વળવા નો નીતિ વિષયક નિર્ણય લેવાઈ ગયો છે, ત્યારે હાલમાં લોક ડાઉનના કારણે અનેક ટ્રેન બંધ છે, તેવા સમયમાં વિસાવદર લાઇનને ફેરવીને ગાંધીગ્રામમાં રેલવે સ્ટેશન ઉભુ કરી, જૂનાગઢ શહેરને ફાટકની માંથી મુક્ત કરવાની યોજનાનો અમલ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.