Abtak Media Google News

સામાન્ય રીતે ટ્રેન કે બસ મોડી પડતાં તંત્ર દ્વારા માફી માંગવામાં આવતી હોય છે. ભારત જેવા દેશમાં આવું રોજબરોજ થતું જોવા મળે છે. લોકોને પણ આવી ટેવ પડી ગઈ છે. જોકે જાપાન જેવા દેશમાં સ્થિતિ અલગ જ છે. જાપાનના લોકો સમયના ખુબજ પાબંદ હોય છે. જેથી ત્યાં ટ્રેન ૨૦ સેકન્ડ મોડી પડતાં તંત્રએ માફી માંગી હોવાનું જાણવા મળે છે.

Advertisement

ટોક્યો અને સુકુબા શહેર વચ્ચે સુકુબા એક્સપ્રેસ લાઇન પર ટ્રેન વહેલી રવાના થતાં શિન્ચો રેલવે કંપની લિમિટેડે ‘અસુવિધા બદલ ગંભીરતાપૂર્વક દિલગીરી’ વ્યક્ત કરી છે.

અહેવાલમાં કંપનીએ જણાવ્યું છે કે ટ્રેન 9:44:40 સ્થાનિક સમયના બદલે 9:44:20 વાગ્યે સ્ટેશનથી રવાના થઈ હતી. સ્ટાફ દ્વારા સમયપત્રકની ચકાસણી ન કરવાના કારણે આ ભૂલ થઈ હતી. વિશ્વના સૌથી વિશ્વસનીય રેલવે નેટવર્કમાંના એક, જાપાનમાં નિશ્ચિત સમયથી ભિન્ન સમયે પ્રયાણ અસાધારણ બાબત છે. ટોક્યોથી કોબ શહેર સુધી ચાલતી દેશની ટોકાઇડો લાઇન હાલમાં વિશ્વની સૌથી વ્યસ્ત રેલવે લાઇન છે. જે દર વર્ષે લગભગ 15 કરોડ મુસાફરોને યાત્રા કરવા માટે મદદરૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.