Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર શાંત થઈ ગયો હોવાથી તે મૃત હોવાનું આવ્યુ સામે

વિશ્વને આતંકના ખૌફી હચમચાવતું ઈસ્લામીક સ્ટેટનું પગેરુ ભારત સુધી પહોંચ્યું હોવાનો ખતરનાક અણસાર મળી રહ્યો છે. થોડા મહિના અગાઉ અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોના હુમલામાં કેરળનો આઈએસ ગ્રુપનો રાશીદ અબ્દુલા હણાયો હોવાનો અહેવાલ ખુરસાનમાંથી પ્રાપ્ત થયો છે.

ભારત માટે ચોકાવનારી હકીકતોનો પર્દાફાશ થાય તેવી ઘટનામાં અફઘાનિસ્તાનના ખુરશાનમાંથી ટેલીગ્રામ દ્વારા જારી કરવામાં આવેલા સંદેશામાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા દ્વારા કરવામાં આવેલા બોમ્બ હુમલામાં રાસીદ અબ્દુલા મરાયો હતો. કુલ ત્રણ ભારતીયો બંધુઓમાં બે ભારતીય મહિલાઓ અને ચાર બાળકોના હુમલામાં મોત નિપજયા હોવાનો અહેવાલ જારી કરવામાં આવ્યો હતો.

હુમલામાં માર્યો ગયેલો રસીદ અબ્દુલા સોશ્યલ મીડિયા પર આઈએસના પ્રચાર-પ્રસારની વિચારધારા માટે ખુબજ સક્રિય હતો અને કેરળના કસરગોડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયી તે સોશ્યલ મીડિયા પર શાંત થઈ ગયો હોવાની જાણ તાં તે હવે દુનિયામાં રહ્યો ન હોવાના અણસાર ઘણા દિવસો પહેલા મળી ગયા હતા. અબ્દુલા કેરળમાંથી ગુમ થયેલા ૨૧ યુવાનોનું અફઘાનિસ્તાનમાં આઈએસની ગતિવિધિ માટે લીડર બની ગયો હતો.

અફઘાનિસ્તાન પહોંચ્યા પછી અબ્દુલાએ ઓડિયો કલીપ માટે યુવાનોને આઈએસમાં જોડાવા આહવાન કરતો હતો. તેણે ૧૦ થી વધુ ઓડિયો કલીપ વાયરલ કરી હતી. તે આઈએસ વિચારધારાને સાચો ઈસ્લામ માનતો હતો. અબ્દુલા નામના ઈજનેરનું અફઘાનિસ્તાનમાં ખુન થયા બાદ અબ્દુલાએ તેની જગ્યા સંભાળી હતી. કેરળના મુસ્લીમ બુદ્ધીજીવઓ એમ.એમ.અકબરી સલીમ જકરીયા દ્વારા અબ્દુલાના મોતના સમાચારનો ઈન્કાર કરી દીધો હતો.

અબ્દુલા સોશ્યલ મીડિયા પર આઈએસના પ્રચાર માટે ખૂબજ સક્રિય હતો પરંતુ છેલ્લા બે માસથી તે સોશ્યલ મીડિયા પર દેખાતો ન હોવાથી લાગતા વળગતા દ્વારા તેની તપાસ આરંભવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.