Abtak Media Google News

ગુજરાત રાજ્ય સરકાર અને ચાર મહાનગર પાલિકાઓ દ્વારા પેપર કપ ઉપર પ્રતિબંધ લાદવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પેપર કપ નો ઉપયોગ વધુ થતા ડ્રેનેજ ને ઘણી અસર પણ પહોંચી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલ હાથ ધરી છે અને પેપર કપ ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. એના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ હાથ ધરી કાગળના કપ ઉપર પ્રતિબંધ લાદ્યો !!!

ટૂંક સમયમાં જ અમદાવાદમાં તમને રોડ પર આવેલી કિટલીઓમાં પેપર કપમાં કટિંગ ચા પીવા નહીં મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેપર કપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમણે કિટલી તેમજ ચાની દુકાનના માલિકોને સૂચના આપી દીધી છે કે, તેઓ ચા કાચના અથવા સિરામિકના કપમાં કે પછી કુલડીમાં આપે.

તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદમાં પ્રતિદિન 25 લાખ કાગળના ચાના કપ કચરામાં જાય છે. આ પેપર કપ પર પ્લાસ્ટિંગનું કોટિંગ હોવાથી તેનો નિકાલ કરવો મુશ્કેલ બની જાય છે. ઉપરાંત ડ્રેનેજ લાઈનમાં પણ મોટા પ્રમાણમાં આ કચરો ભરાઈ જાય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, એએમસીએ ગત અઠવાડિયાથી ટી સ્ટોલના માલિકોને પ્લાસ્ટિકના અને પેપર કપ ના વાપરવા માટે શિક્ષિત કરવાનું શરૂ કર્યું છે. 20 જાન્યુઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાની કિટલીઓ પર રેડ પાડશે અને જે ચાવાળાઓ પ્લાસ્ટિક કે કાગળના કપનો ઉપયોગ કરતાં હશે તેને સીલ કરી દેશે.  ભીના અને સૂકા કચરાને અલગ કરવા માટે પણ એએમસી પ્રયત્નશીલ છે. આ

દીવસમાં ત્રણવાર કિટલીની ચા પીતા ચાના શોખીન મોહિત શાહે બિનઆરોગ્યપ્રદ ચાના કપમાં ચા પીવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કિટલીના માલિકો પાણીની એક ડોલ ભરીને રાખે છે અને આખો દિવસ તેમાં જ કપ સાફ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસનના હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે કહ્યું કે, રોડ પર ફેંકવામાં આવતા પેપર કપ ઉડીને ડ્રેનેજ લાઈન સુધી પહોંચી જાય છે અને તેના કારણે ગટર જામ થઈ જાય છે. સાથે જ ભરત પટેલે ઉમેર્યું કે, જે કિટલીવાળા કે ચાની દુકાનવાળા કાગળના કપ વાપરશે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. એટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે કોઈ પેપર કપ નો ઉપયોગ કરશે તેના પર આકરા પગલાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.