Abtak Media Google News

દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચાર જવાનોને તાત્કાલિક એરલીફ્ટ કરી હોસ્પિટલ ખસેડાયા

દેશ આખો શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે સિક્કિમમાં સેનાની બસ ખીણમાં ખાબકતા 16 જેટલા જવાનો શહીદ થયા છે. પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં ભારતીય સેનાનું વાહન પલટી જતાં 16 જવાનો શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચાર જવાનોને તાત્કાલિક બચાવ કામગીરી દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ભયાનક માર્ગ અકસ્માત ઉત્તર સિક્કિમના વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ પણ શહીદ થયા હોવાની માહિતી મળી છે.

ઉત્તર સિક્કિમના જેમા વિસ્તારમાં આર્મીની ગાડી એક દુર્ઘટનાનો શિકાર બની છે. આ દુર્ઘટનામાં 16 જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે અન્ય 4 જવાન કે જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેઓની સારવાર ચાલી રહી છે. આર્મીની આ ટ્રક ખીણમાં પડી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સિક્કિમમાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે આર્મીની બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 જવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં ભારતીય સેનાનું વાહન પલટી જતાં 16 જવાનો શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચાર જવાનોને તાત્કાલિક બચાવ કામગીરી દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ભયાનક માર્ગ અકસ્માત ઉત્તર સિક્કિમના વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ પણ શહીદ થયા હોવાની માહિતી મળી છે. ત્રણ વાહનોમાંથી એક ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. રાજનાથ સિંહે આ ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે.

ઉત્તર સિક્કિમમાં આર્મી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સેનાના 16 જવાનો શહીદ થયા હતા. ચાર જવાન ઘાયલ થયા છે. એક તીવ્ર વળાંક પર સૈન્યનું વાહન ઢોળાવ પરથી નીચે સરકી જતાં આ અકસ્માત થયો હતો. જે ટ્રક અકસ્માતનો ભોગ બન્યો તે ત્રણ વાહનોના કાફલાનો ભાગ હતો. સવારે તે ચટ્ટેનથી થંગુ વિસ્તાર તરફ જઈ રહી હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ચાર ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય સેના શહીદોના પરિવારજનોની સાથે મક્કમતાથી ઊભી છે.સિક્કિમમાં થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતથી દેશ આઘાતમાં છે. સિક્કિમના ઉત્તરી વિસ્તારમાં થયેલા ભયાનક દુર્ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ’ઉત્તરી સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોની શહાદતથી ખૂબ જ દુ:ખ થયું છે. શહીદોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

ઉત્તર સિક્કિમના જેમામાં શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં સેનાના 16 જવાનોના મોત થયા હતા. આ ઘટનામાં ચાર જવાનો પણ ઘાયલ થયા છે. સેનાએ આ જાણકારી આપી. સવારે ચટ્ટેનથી નીકળ્યા બાદ થંગુ તરફ જઈ રહેલા ત્રણ વાહનોના કાફલામાં સામેલ એક ટ્રકને અકસ્માત નડ્યો હતો.સેનાના જણાવ્યા અનુસાર, ટ્રક એક તીવ્ર વળાંક લેતી વખતે ઉંડી ખીણમાં પડી હતી. સેનાએ કહ્યું, 23 ડિસેમ્બરના રોજ, ઉત્તર સિક્કિમના ગેમામાં સેનાની ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થતાં ભારતીય સેનાના 16 બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં 3 જેસીઓ અને 13 જવાનો શહીદ થયા છે. રક્ષા મંત્રીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

જવાનોના મૃતદેહનો ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર

હાલ સિક્કિમમાં ખીણમાં ખાબકેલી બસમાંથી મોટા ભાગના જવાનોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જે બાદ તમામ જવાનોને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ માટે લઈ જવામાં આવનાર છે. ઘટનાના સમાચાર મળતાની સાથે જ આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જવાનોના પરિવારજનોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તેવું હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે ઊંડો શોક વ્યક્ત કર્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના મોત પર ’ઊંડું દુ:ખ’ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ’તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્ર તેમનો ખૂબ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના; હું દુર્ઘટનામાં ઘાયલ થયેલા જવાનોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.