Abtak Media Google News

હવે વિમાન કંપનીઓની લાલીયાવાડી નહીં ચાલે…!

પેસેન્જરોના અધિકારોની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનનો નિર્ણય

દેશભરમાં હવાઈ મુસાફરોમાંથી છેલ્લા કેટલાક સમયથી એવી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે કે મુસાફરને બિઝનેસ ક્લાસ ની ટિકિટ લેવા છતાં છેલ્લી ઘડીએ એરલાઇન્સ માં ઇકોનોમિક ક્લાસમાં બેસાડી દેવામાં આવે છે, લક્ઝરીયસ સુવિધા અને ફ્લાઇટ માટે ઊંચી કિંમતની ટિકિટ લીધી હોવા છતાં જેવી તેવી ખુરશીઓને ખખડધજ ઇકોનોમી ક્લાસમાં મુસાફરોને હવાઈ સફર કરવાના અનેક કડવા અનુભવો ની વ્યાપક ફરિયાદો અને લઈને સિવિલ એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર એક જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા શુક્રવારે એવી જાહેરાત કરી હતી કે હવાઈ સેવા ના એવા તમામ પેસેન્જરને વળતર આપવા માટે ધોરણનો લાગુ કરવામાં આવશે જે મુસાફરોને તેમની ટિકિટ મુજબની વર્ગ સુવિધા ના બદલે અન્ય નીચલા સ્તરના વર્ગમાં મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી હોય તેવા લોકોને વળતર મળશેદેશભરની મોટાભાગની એરલાઇન્સ સામે ઉઠેલી આ ફરિયાદ પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે બિઝનેસ ક્લાસ ની ટિકિટ બુક કરાવવા છતાં મુસાફરોને ઇકોનોમી ક્લાસમાં સફર માટે મજબૂર કરવામાં આવ્યા હોય ભારતીય કેરિયરસમાં એર ઇન્ડિયા અને વિસ્તારમાં એક કરતાં વધુ વર્ગની સુવિધાઓ છે

જ્યારે એર ઇન્ડિયા એરક્રાફ્ટ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસની કેબિન વિસ્તાર આ પાસે વધારાના પ્રીમિયમ ઇકોનોમિક ક્લાસ પણ છે ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ એક નિવેદનમાં જણાવ્યું છે કે નાગરિક આવશ્યકતા ધારા મા નાગરિકોના અધિકારો ની સ્પષ્ટ હિમાયત કરવામાં આવી છે હવે આ અધિનિયમ તમામ એરલાઇન્સ ને ફરજિયાત પણે અમલ કરવાનો રહેશે.મુસાફરોને આપવામાં આવતી સૌ લોકો મુજબ પૈસા ખર્ચને ટિકિટ બુક કરવામાં આવે છે

મુસાફરોને પોતે ખર્ચેલા પૈસા અને જે ક્લાસ ની ટિકિટ લીધી હોય તે ક્લાસમાં જ મુસાફરી કરવા માટે વધુ સ્વતંત્ર કરવામાં આવશે જો કોઈ વિમાનની કંપની ટિકિટ મુજબના ક્લાસની સવલત પૂરી પાડવામાં સફળ નહીં થાય તો મુસાફરને તેનો વળતર આપવામાં આવશેહવાઈ સેવાના મુસાફરોના વ્યાપક હિતમાં કરવામાં આવેલા નિયમોમાં સુધારા મુજબ હવે પેસેન્જરને તેની બુક કરેલી ટિકિટના વર્ગમાંથી જો ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવ્યો હોય તેને એરલાઇન્સ પાસેથી રિફંડ તરીકે ટેક્સ સહિત ટિકિટની સંપૂર્ણ કિંમત પાછી મેળવવાની મંજૂરી અપાશે અને એરલાઇન આગામી ઉપલબ્ધ વર્ગમાં મુસાફરોને મફતમાં લઈ જશે બલભ એ એવું પણ જણાવ્યું હતું કે મુસાફરોના હિતધારક અધિકારી ઓના પરામર્સ બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવશે આ અગાઉ મે મહિનામાં જ ડી જી સી એ વિમાની કંપનીઓને મુસાફરોની ટિકિટના ડાઉન ગ્રેડેશન માટે ચેતવણી આપી દીધી છે.

પરંતુ હવે તેનો ચુસ્ત અમલ કરવામાં આવશે એરક્રાફ્ટ અધિનિયમ 1937 ના નિયમ 53 મુજબ વિમાનમાં સીટ સહિતની તમામ વ્યવસ્થા મંજૂર ડિઝાઇન અને ટિકિટમાં આપેલી સુવિધા અનુરૂપ હોવી જોઈએ આ નિયમમાં એવું પણ છે કે કોઈ પણ સંજોગોમાં જો શરત મુજબની સેવા ન મળે અને તેમાં ફેરફાર કરવામાં આવે કે ડાઉન ગેટ થાય તો પેસેન્જરને તેનો વળતર મળવું જોઈએ હવે આ નિયમના ચુસ્ત અમલ માટેની તૈયારી થઈ ચૂકી છે ત્યારે બિઝનેસ ક્લાસ ની ટિકિટ લેનારાઓને જો ઇકોનોમિક ક્લાસમાં બેસાડી દેવામાં આવ્યા હશે તો વિમાની કંપનીને તેનું વળતર ચૂકવવું પડશે હવે આ જોગવાઈ ના અમલ થી ગ્રાહકો સાથે મનમાની અને લાલીયા વાળી કરનાર વિમાની કંપનીઓને ક્લાસ તકદીર કરાવી મુસાફરી કરનાર મુસાફરને તેની સુવિધાઓ ના અપગ્રેડેશન માટે વળતર આપવામાં આવશે એટલે હવે તમે કે કોઈપણ મુસાફર ને બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી હોય અને ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવી પડે તો અફસોસ નહીં થાય કારણ કે તેનું વળતર કંપનીને આપવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.