Abtak Media Google News

જેતપુર: શેઢા પાડોશીએ માટીનો પાળો તોડતા ખેડુત લાકડી વડે હુમલો

રાજકોટ જીલ્લામાં બે સ્થળે મારામારીના બનાવો નોંધાયા છે. જેમાં શાપરના ઢોલરા ગામે અણછાજતું વર્ત કરતા શખ્સને ટપારતા જેનો ખાર રાખી બે શખ્સે યુવાન પર છરીથી હુમલોનો બનાવ શાપર પોલીસમાં જેતપુરના ખીરસરા ગામે બે શેઢા પાડોશી માટીનો પાળો વાળવા જેવી નજીવી બાબતે ત્રણ શખ્સોએ આઢેર પર લાકડી વડે હુમલો કર્યાની ફરીયાદ કરેલ છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ લોધીકાના પાર પીપળીયાની સીમમાં અવધ રેસીડેન્સીમાં રહેતો અને ડ્રાઇવીંગ કરતા પરાક્રમસિંહ ખોડુભા જાડેજા નામનો યુવાન ગઇકાલે સવારે તેનું બાઇક લઇને ગોંડલ રોડ ચોકડી તરફ આવી રહ્યો હતો ત્યારે ઢોલરા રોડ પર પહોચ્યો ત્યારે પાછળથી બાઇકમાં કરણ બારોટ અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને પરાક્રમસિંહને આંતરી તેના પર છરીથી હુમલો કરી નાશી ગયા હતા. ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરાક્રમસિંહ આ અંગે ફરીયાદમાં જણાવ્યા મુજબ ચાર મહિના પૂર્વે પોતે શાપરમાં પરિવારના મહિલા સભ્યો સાથે પાણીપુરી ખાતા હતા ત્યારે ત્યાં  ઉમેલો કરણ બારોટ મશ્કરી અને અણછાજતું વર્તન કરતો હોય તેને ટપાર્યો હતો જે બાબતનો ખાર રાખી તેણે હુમલો કર્યો હતો.

જયારે બીજા બનાવમાં જેતપુરના ખીરસરા ગામે રમણીકભાઇ ભીખાભાઇ કથીરીયા અને હરેશભાઇ પોપટભાઇ કથીરીયાની એક જ શેઢે વાડી આવેલી છે જયાં રમણીકભાઇએ માટીનો પાળો બનાવેલો હતો જે હરેશભાઇએ બીજા નામના અને વચ્ચે માથાકુટ થઇ હતા ત્યારે હરેશ, રાકેશ હરેશ કથીરીયા અને  કેતન હરેશ કથીરીયાએ તેમની પર લાકડી વડે હુમલો કર્યો હતો. તેમ જ રમાબેનને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ફરીયાદ જેતપુર તાલુકા પોલીસમાં નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.