Abtak Media Google News

એક સપ્તાહ પૂર્વે રૈયા રોડ પર સદગુરુ તિર્થધામમાં એચ.એમ. એન્ટરપ્રાઇઝના તાળા તોડી હાથ ફેરો કર્યાની કબુલાત: ક્રાઇમ બ્રાંચે તસ્કરની ધરપકડ કરી રૂ. 1,18,500 નો મુદામાલ કબ્જે કર્યો: ત્રણની શોધખોળ

શહેરના રૈયા રોડ પર આવેલા સદગુરુ તિર્થધામ કોમ્પ્લેકસમાં એક સપ્તાહ પૂર્વ એચ.એમ. એન્ટરપ્રાઇઝ જુના આંગડીયા પેઢીના તાળા તોડી રૂ. 6.55 લાખની ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી રૂ. 1,18,530 રોકડ કબ્જે કર્યા છે. જયારે ચોરીમાં સંડોવાયેલા અજાણ્રયા શખ્સ સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ શહેરના યુનિ. રોડ નજીક જલારામમાં ગીતાજલી એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ રમેશભાઇ સવજાણીની રૈયા રોડ પર સદગુરુ તીર્થધામ કોપ્લેકસમાં એચ.એમ. એન્ટર પ્રાઇઝ નામની આંગડીયા પેઢીના તાળા તોડી રૂ. 6.55 લાખની આંગડીયા પેઢીના તાળા તોડી રૂ. 6.55 લાખની રોકડ અને ડીવીઆર ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

જે ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય.બી. જાડેજા સહીતના સ્ટાફે સીસી ટીવીછ કુટેજ અને બાતમીના આધારે ચોરીના ગુનામાં મુળ નેપાળનો અને હાલ બાલાજી હોલ પાછળ સરકારી કવાર્ટરમાં ભાડે રહેતો રાજ કાળુ ટમટા નામનો શખ્સની સંડોવણી હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ.  એમ.જે. હણ, કે.ડી. પટેલ, સ્ટાફ મયુરભાઇ  પાબરીયા અને વિજયભાઇ મેતા સહીતના સ્ટાફે રાજ કાળુ ટમટાની અટકાયત કરી તેના કબ્જામાંથી રોકડા રૂ. 1,18,530  અને મોબાઇલ કબ્જે કરી હતી.ઝડપાયેલા રાજ કાળ ટમટાની પુછપરછમાં તેની સાથે બાલાજી હોલ પાસે રહેતો રેશમ કપુરસિગ ટમટા શંકર બ્રાહ્મણ અને એક અજાણ્યો શખ્સ સંડોવાયોલ હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.