Abtak Media Google News

પાડોશમાં રહેતા નેપાળી શખ્સે બાળકોની માતાની ગેરહાજરીમા દુષ્કૃત્ય આચરતો’તો

રાજકોટમાં વર્ષ 2020 માં છ વર્ષની બાળા સહિત ત્રણ  બાળકોને માતાની ગેરહાજરીમાં બોલાવી ચાર વખત દુષ્કૃત્ય આચરનાર નેપાળી શખ્સને પોકસો કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે

આ કેસની હકીકત મુજબ સપ્ટેમ્બર-2020 માં રાજકોટમાં આર.એમ.સી. કવાટરની પાછળ રહેતી પરિણીતા સાત વર્ષના દિકરા અને છ વર્ષની દીકરી સાથે રહેતી હતી ત્યારે પાડોશણે ફરિયાદીને વાત કરેલ કે તમારા બાળકો ગંદી રમત રમે છે. આથી પરિણીતા પોતાના બન્ને સંતાનોને આ બાબતે પુછપરછ કરતા બન્ને નાબાલીક દિકરાએ રડતા રડતા જણાવેલ કે આપણા પાડોશી ” અમોને તેમના રૂમમાં લઈ જઈ માર મારવાની બીક બતાડી પોતાનું ગુપ્તાંગ અમોને ગુપ્ત ભાગે અડાળે છે અને દુખાવો થતાં અમો રાડ પાડીએ તો થપ્પડ મારે છે. છ વર્ષની બાળકીએ પણ જણાવેલ કે તેણીને પણ આ ’સત્યેનભૈયા’ શરીરે જુદા જુદા ભાગોએ પપ્પીઓ કરે છે અને આંગળીઓ નાખે છે.

ફરિયાદી પરિણીતાએ આ વાત સાંભળી રહેલ હતી ત્યારે પાડોશણે જણાવેલ કે તેની સાત વર્ષની દીકરી સાથે પણ સત્યેન્દુકમાર ધર્મદેવરામ (ઉ.વ. 26)  આવુ જ કૃત્ય ત્રણ ચાર વાર કરેલ છે. આ હકીકત મળતા પરિણીતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ અને બાળકોના મેડીકલ પરીક્ષણમાં તેઓના ગુપ્ત ભાગો ઉપર ઈજાઓ જોવા મળેલ હતી. આ અંગેનો કેસ ચાલવા પર આવતા આરોપી દ્વારા બચાવ લેવામાં આવેલ કે ગુપ્ત ભાગ ઉપર જે ઈજાઓ જણાયેલ છે તે જુની છે અને જે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે તે ડોકટરના જણાવ્યા મુજબ આપવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપી દ્વારા તેમ પણ બચાવ લેવામાં આવેલ કે સરકાર તરફથી નાણાકીય સહાય મેળવવા માટે આરોપી વિરુધ્ધ ખોટો કેસ દાખલ કરવામાં આવેલ છે.

જ્યારે સરકાર તરફે એડીશ્નલ પી.પી. મુકેશભાઈ પીપળીયાએ જણાવેલ હતુ કે આ કેસમાં આરોપીએ ખુદે પોતાના બચાવમાં સોગંદ ઉપર જુબાની આપેલ છે ત્યારે ઉલટ તપાસ દરમ્યાન તેઓએ ત્રણેય ભોગ બનનાર બાળકો તેમની આજુબાજુમાં જ રહે છે. આ ઉપરાંત જયારે ત્રણેય ભોગ બનનાર બાળકો આ આરોપીને તેમના કૃત્યો અંગે ઓળખી બતાવેલ હોય ત્યારે સાત વર્ષના બાળકની જુબાનીને ન માનવા માટે બચાવ પક્ષ દ્વારા કોઈ જ કારણ દર્શાવવામાં આવેલ નથી. આ દલીલના અંતે પોકસોની સ્પે. કોર્ટના જજ  જે.ડી. સુથારે આરોપી સત્યેન્દ્રકુમાર ધર્મદેવરામને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે એડી. પબ્લીક પ્રોસીકયુટર  મુકેશભાઈ જી. પીપળીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.