Abtak Media Google News

માંગણી નહી સંતોષાય તો આઝાદી સમયમાં પત્રકારત્વ અભ્યાસક્રમ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ ઉગ્ર  આંદોલન કરી ધરણા કરે તેવી ચીમકી

વર્ષ 2023-24 દરમ્યાન નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માં આવતા બીજેએમસી 2022-23 નાં તમામ વિદ્યાર્થીઓને  કારકિર્દીના અગત્યના એક વર્ષનું નુકશાન ના જાય એ બાબતે યોગ્ય નિર્ણય લેવા  વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરી  જણાવ્યું હતુ.

પ્રથમ બાબત બીજેએમસીના આ વર્ષના વિદ્યાર્થીઓનો સિલબસ એમજેએમસી આવી  જાય છે. જે બીજેએમસીનાં વિદ્યાર્થીઓ ભણી ચુકયા છે.એને રીપીટ  કરીને અમારા જેવા  અનેક વિદ્યાર્થીઓના સમય શકિત અને  નાણાનો વ્યવયના ના થાય. બીજુ કે આ વર્ષે બીજેએમસી પુરૂ કરનાર વિદ્યાર્થીઓને એમજેએમસી કુલ 3 વર્ષનો કોર્ષ કરવો પડશે જે  કદાચીત યોગ્ય નથી.

ત્રીજુ હવે  એમજેએમસી બે વર્ષમાં કરશો તો બીજેએમસી કર્યુંએ ડીગ્રીનો મતલબ શું? એ કયાં  ઉયોગમાં આવ્યું ?

ચોથું બે વર્ષ વધારે કરવાથી જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીને અનુલક્ષીને એમજેએમસી  કરી રહ્યા એ લોકોને એક વર્ષ પછી આવનારી સરકારી ભરતીનો લાભ નહી મળી શકે . એમને હવે બે વર્ષ  પછી એમજેએમસી બેસ પર સરકારી નોકરીની તક ઉભી થશે જે માત્ર જર્નાલીઝમ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા અમુક વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરી શકે છે.

સમગ્ર બાબતે તાર્કિક રીતે  વિચારવામાં આવે  તો  બીજા પણ અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત  થાય રહેલ છે. આથી કુલપતિ એ તમામ વિદ્યાર્થીઓ લેખીત અરજ કરીને વિદ્યાર્થીના કારકીર્દીને ધ્યાને લઈ ને યોગ્ય ન્યાય કરવા અપીલ કરી છે. નહીંતો  આવનારા સમયમાં  અમારા દ્વારા પત્રકારત્વ અભ્યાસક્રમ સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર  આંદોલન કરીને અમારી માંગણીઓ બાબતે યુનિ. પર ધરણા પ્રદર્શન કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.