Abtak Media Google News

ભારતીય સંગીત વાદ્યોનો રસપ્રદ ઇતિહાસ

આપણાં આદિવાસીઓ અને પશુપાલકો અદભુત સંગીત સુરો રેલાવાતા વાદ્યો વગાડતા હતા: આપણાં પાવરી, સુંદરી, સુરાંદો, રાવણ હથ્થો, એકતારો, પનાર કે પકાની, નાગફળી, મોરચંગ, જોડીયા પાવા, ભૂંગળ, થાળીવાદ્ય, કહાળી, માદળ અને ઢાંક જેવા વાદ્યો લુપ્ત થવાન આરે છે.

Advertisement

પ્રથમ સંગીત વાદ્ય અંદાજે સાત હજાર વર્ષ જુનુ મનાય છે, જેને 37 હજાર વર્ષ જુની વાંસળી સાથે સરખાવી શકાય છે: સમગ્ર ભારતમાં દરેક રાજયની પોતાની સંગીત સંસ્કૃતિ છે

કચ્છની નૃત્ય અને લોકસંગીતની સમૃઘ્ધ સંસ્કૃતિક છે: ભોરિન્ડો કચ્છનું ખુબ જ પ્રાચીન વાદ્ય છે: ભારતીય સંગીતના સાધનો સાથેની શાસ્ત્રીય ધુનએ આત્મા અને ઇન્દ્રિયો માટે એક વાસ્તવિક સારવાર છે: ભારતીય સંગીતમાં કર્ણ પ્રિયતા કે મધુરતાના સિઘ્ધાંત પુર કંઠય સંગીતનું સર્જન થયું છે, વાદ્ય સંગીત બીજા ક્રમે આવે છે: વ્યકિતગત સંગીત હોવાથી ભારતના મોટાભાગના વાંજિત્રો પણ એકલ સંગીતને અનુકુળ સર્જાયા હતા

વિશ્ર્વભરમાં ભારતીય સંગીત ખુબ જ પ્રસિઘ્ધ છે. પ્રાચિન કાળથી આપણાં દેશમાં સંગીતને વિશેષ મહત્વ અપાયું છે. રાજાશાહી યુગમાં પણ સંગીતના મેળાવડા થતાં, તાનસેન જેવા મહાન કલાકારો આપણી ધહોહર છે, ભારતીય સંગીત વાદ્યોનો ઇતિહાસ નિહાળો છે. કૃષ્ણ ભગવાનની બાંસુરી કે વાંસળી 37 હજાર વર્ષ જુની માનવામાં આવે છે. પ્રથમ સંગીત વાદ્ય અંદાજે સાત હજાર વર્ષ જુનુ મનાય છે, જેને પણ વાંસળી સાથે સરખાવાય છે. આપણા દેશમાં દરેક રાજયની પોતાની ગાયન, વાદ્યોની સંસ્કૃતિ છે. આપણાં આદિવાસીઓ અને પશુપાલકો અદભુત સંગીત સુરો રેલાવતા વાદ્યો વગાડતા હતા. કચ્છની લોક સંગીત અને નૃત્યની સમૃઘ્ધ સંસ્કૃતિ છે, ભોરિન્ડો આ પ્રદેશનું ખુબ જ પ્રાચિન વાદ્ય છે.

આપણાં પ્રાચિન વાદ્યો પાવરી, સુંદરી, સુરાંદો, રાવણ હથ્થો, એકતારો, પકાની, નાગફળી, મોર ચંગ, જોડીયા પાવા, ભૂંગળ, થાળી વાદ્ય, કહાળી, માદળ અને ઢાંક જેવા વાદ્યો આજે લુપ્ત થવાના આરે છે. ભારતીય સંગીતના સાધનો સાથેની શાસ્ત્રીય ધુન એક સારવાર રુપે પણ કામ કરે છે. આપણાં સંગીતમાં કંઠય સંગીત પ્રથમ આવ્યું અને વાદ્ય સંગીત પછી સંગીતના વિવિધ રાગો આધારીત ગીતો આપણાં પ્રાચિન કલાકારો ગાતા હતા. વાદ્ય સંગીત વ્યકિતગત હોવાથી ભારતના મોટાભાગના વાંજિત્રો પણ એકલ સંગીતને અનુરુપ નિર્માણ થયા હતા.

આપણી પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’ થી ફિલ્મી સંગીતનો પ્રારંભ થયો હિન્દી ફિલ્મના મહાન સંગીતકારોએ ભારતીય સંગીત વાદ્યોની મદદથી શ્રેષ્ઠો ગીતો આપ્યા જે આજે 100 વર્ષે પણ યુવા વર્ગ સાંભળે છે. કંઠય સંગીતમાં ઘણા શ્રેષ્ઠ ગાયકો હિન્દી ફિલ્મ જગતમાં આવ્યા હતા, જેમાં લત્તાજી, રફી, મુકેશ, કિશોરકુમાર જેવા કલાકારો વિશ્ર્વભરમાં છવાયા હતા. વાદ્ય સંગીતમાં આપણાં મહાન કલાકારો એ સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કરેલ છે. આજની પેઢીએ તો આપણાં પ્રાચીન વાદ્યોના નામ પણ કે જોયા પણ નહી હોય, વિશ્ર્વમાં ભારતીય સંગીત વાદ્યોની આજે પણ બોલબાલા છે. આજે વેસ્ટર્ન સંગીત ભલે આવ્યું, પણ મીઠાશ અને આનંદ તો જુના વાદ્યો જ આપી શકે છે.

જેમ જેમ યુગ બદલાયો તેમ તેમ સંગીત વાદ્યોમાં પણ બદલાય આવ્યો, આજે તો ઇલેકટ્રોનીકસ મ્યુઝિક વાદ્યો આવતા, એક વાદ્યમાં તમામ વાદ્યોનો સમાવેશ થઇ જતો હોય છે. આજના લેઇટેસ્ટ કિ-બોર્ડ, સિન્થેઆઇઝરનો ઉપયોગ આપણાં આજના હિન્દી ફિલ્મોના સંગીતકારો કરી રહ્યા છે. પ્રાચિન વાદ્યોનો ઉપયોગથી બનેલા જુના ગીતો આપણને ગમશે, પણ અત્યારના ઘોંઘાદીયા સંગીતના ગીતો ગમતા નથી. સંગીતની વાત આવે એટલે સા – રે – ગા – મા – પા – ધિ -ની યાદ આવે જ અને આ સાત સુરોના બંધારણે જ સંગીત વાદ્ય બને છે. સંગીત એક જ એવી વસ્તુ છે, જે આપણો આખા દિવસનો થાક ઉતારે છે.

વાંજિત્રના માઘ્યમથી નિર્માણ કરવામાં આવતું કર્ણપ્રિય સંગીત લોકોને ખુબ જ ગમે છે. સંગતી વાદ્યોના ચાર પ્રકાર છે, જેમાં તંતુવાદ્ય, ચર્મવાદ્ય, કંઠવાદ્ય અને ધન કે હસ્તુ વાદ્ય  આ પ્રકારના વાંજિત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઢોલ, શંખ, ઘંટા, ઝાલર, કિરતાલ, સારંગી, મંજીરા અને શરણાઇ જેવા વાદ્યોનો સમાવેશ થાય છે. આપણા પ્રાચિન વાદ્યો વિદેશોમાં આજના યુગમાં ઘણા લોકપ્રિય છે. અને તેના વિદેશી કલાકારો પણ આ વાદ્યથી પ્રસિઘ્ધ થયા છે. ભારતીય સંગીતના પ્રાચિન ગ્રંથોમાં 36 પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ જોવા મળે છે.

આપણું પ્રાચિન વાદ્ય ઢોલ ગણાય છે. આદિકાળથી સમુહગાન, સંઘનૃત્ય, સવારી અને યુઘ્ધમાં તેનો ઉપયોગ કરાતો હતો. આપણાં દેશના ઢોલના તાલ રશિયા અને હંગેરીમાં એક સરખા વાગતા જોવા મળતા હતા. ખજુરાહોના શિલ્પોમાં પણ સંગીતવાદ્યો જોવા મળે છે. સંગીતના સાધનોનો ઉપયોગ કે ઇતિહાસ માનવ સંસ્કૃતિના પ્રારંભથી જ જોવા મળે છે. આ સાધનો ઉપર અભ્યાસ કરનારને ‘ઓર્ગેનોલોજી’ તરીકે ઓળખાય છે. લોક સંગીત અને શિષ્ટ સંગીતના સૌથી પ્રાચિન વાદ્યને આપણે ‘એકતારો’ તરીકે ઓળખીએ છીએ. શરણાઇ વાદ્ય શુકનવંતુ ગણાતું હોવાથી આપણો દેશમાં લગ્ન અને શુભ પ્રસંગે વપરાય છે. ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાન ખુબ જ જાણીતા શરણાઇ વાદક હતા.

આપણાં હિન્દી ફિલ્મ સંગીત ઉપર રવીન્દ્ર સંગીતનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. પંકજ મલીક, અનિલ વિશ્ર્વાસ, એસ.ડી. બર્મન, સલીલ ચૌધરી, હેમંતકુમાર, રાહલ દેવ બર્મન, બપ્પી લહેરી, રાજેશ રોશન જેવા ઘણા સંગીતકારોએ ને ઉપરથી પ્રેરણા લઇને ફિલ્મ જગતને શ્રેષ્ઠ ગીતો આપ્યા છે.

આજની ભાગદોડ વાળી જીંદગીમાં માનવી સતત ટ્રેસમાં જીવન પસાર કરતો હોવાથી તેનું માનસિક સ્વાસ્થ્ય નબળુ પડે છે. લોકો મનોરંજન મેળવવા ફિલ્મો નાટકો કે સંગીત જલ્સામાં જતાં હોય છે, પણ જો પોતે એકાદ વાદ્ય શીખે નો તેને ખુબ જ આનંદ મળે છે. આજે તો નાના બાળકો ઓર્ગન, હારમોનિયમ કે ગીટાર વગાડતા જોવા ળે છે. જે ખુબ જ સારી બાબત છે. કોઇપણ એક વાદ્ય કલા તમારૂ જીવન સુધારી દે છે. નિજાનંદ માટે સૌથી ઉત્તમ દિલથી ગવાતા ગીત છે. 70 વર્ષ પહેલાના ગીતો રિમીકસ થઇને આજે યુવા વર્ગ સાંભળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.