Abtak Media Google News

પાવર ચોરી પકડવાના કારણે ધમકી દીધાની શંકા

સુરેન્દ્રનગર જિલ્લા માં કાયદો અને વેવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં મારામારી અને ખાસ કરી અને સરકારી કર્મચારીઓ પર થતા હુમલા ના બનાવ  કર્મચારીઓ ને ધમકી આપ્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.  સુરેન્દ્રનગર જિલ્લા ના  પીજીવીસીએલ વિભાગ માં નાયબ ઈંજનેર તરીકે ફરજ બજાવતા કર્મચારી નીરવ પંડ્યા ને ધમકી આપવા માં આવી છે.

નાયબ ઈજનેર ને હુમલા ની ધમકી આપી અને ગેર-વર્તન કરવા માં આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરવા નાયબ ઈંજનેર પોલીસ મથકે દોડી ગયા છે.જોરાવરનગર પોલીસ મથકે આવરા તત્વો સામે ગુનો દાખલ કરવા ની તજવીજ હાથ ધરવા માં આવી છે.વીજ ચોરી નું ચેકીંગની અદાવત રાખી આવરા તત્વો એ કૃત્ય કર્યા નું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર, નીરવભાઈ માણેકલાલ પંડ્યા રહે, રતનપર, ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપ, શેરી નં. 9, બ્લોક નં. 19, મુકામના ના ઘરમાં અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસીને તેઓને તથા પરિવારના સભ્યો સાથે જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવેલ અને તે વખતે નીરવભાઈ પડ્યાએ પોતાના મોબાઈલથી ફોટો પાડી લીધેલ જે તપાસ કરતા માલુમ પડ્યું કે આ વ્યક્તિ વઢવાણ તાલુકાના રામપરા ગામના હસુભાઈ નામના વ્યક્તિ છે. આ સમગ્ર ઘટનાબાદ  નીરવભાઈ દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધવામાં આવેલ હતી, જે અનુસંધાને તા. 19.12.2022ના રોજ રામપરા ગામ માં 10 વિજીલન્સની ટીમો પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ કરતા હસુભાઈના રહેણાંકના કનેક્શનમાં 21764 પેન્ડીંગ યુનિટ જોવા મળેલ અને પેન્ડીંગ યુનિટનું રૂપિયા 174000/- નું પુરવણી બીલ આપવામાં આવ્યું છે.

આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવા માં આવી છે.અને તપાસ કામગીરી પણ હાથ ધરવા માં આવી છે ત્યારે જિલ્લા માં છેલ્લા 3 નાયબ ઈંજનેર પર હુમલો કરાયો છે.જેમાં અમુક ની સાથે તો મારામારી પણ કરાઈ છે.અને નાયબ ઈજનેર નીરવ પંડ્યા ને પણ ઘર પર જઈ અને ધમકી આપાઇ છે અને પરિવાર સાથે પણ ગેર-વર્તન કરવા માં આવ્યું છે.આ બાબતે પોલીસ તપાસ પણ હાથ ધરવા માં આવી છે..

પીજીવીસીએલના નાયબ ઇજનેરના ઘેર સિક્યુરિટી વધારાઈ

સુરેન્દ્રનગર પીજીવીસીએલના નાયબ ઇજનેર નીરવ પંડયા ની સાથે બનેલા બનાવના પગલે તેમના ઘર ઇન્દ્રપ્રસ્થ ખાતે સિક્યુરિટી વધારવામાં આવી છે ઇન્દ્રપ્રસ્થ ખાતે બે સિક્યુરિટી ગાર્ડન કરવામાં આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન બનેલી ઘટનાને લઇ અને નીરવ પંડયા ની સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પીજીવીસીએલ તંત્રની કર્મચારીઓ ઉપર સતત હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નાયબ ઇજનેર ના ઘેર જઈ અને આવારા તત્વો દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે પરિવારજનો સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું છે અને પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી છે આ મામલે ચકચારી ઘટના સામે આવતા નાયબ ઈજનેર નીરવ પંડ્યા ના ઘેર ઇન્દ્રપ્રસ્થમાં સિક્યુરિટી ગાર્ડન કરી દેવામાં આવ્યા છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.