ગુજરાતીઓને જલ્સો પડી જશે… IPL ઓપનીંગ સેરેમનીમાં આ ફિલ્મ સ્ટાર લગાવશે ચાર ચાંદ

ઈન્ડિયાનો તહેવાર એટલે કે આઈપીએલનો આજથી અહેમદાબાદમાં ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે એટલે કે આજે સાંજે બે ધુંઆધાર કેપ્ટન હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સવારે 7 વાગ્યે થશે. પરંતુ આ રોમાંચક મેચ પહેલા બોલીવુડના અનેક સ્ટાર ઓપનીંગ સેરેમનીમાં ચાર ચાંદ લગાવવા પહોંચશે.

લગભગ 4 વર્ષના ગાળા બાદ BCCI IPLની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા જઈ રહ્યું છે. છેલ્લી વખત ચાહકોએ 2018માં ટૂર્નામેન્ટના ઉદઘાટન સમારોહનો આનંદ માણ્યો હતો. 2019 માં, પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ કરવા માટે, BCCIએ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું ન હતું અને તે પછી કોરોનાના કારણે યોજવામાં આવી નહોતી. આવી સ્થિતિમાં લાંબા સમય બાદ IPLની ઓપનિંગ સેરેમની જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ચાલો જાણીએ IPL 2023 ના ઉદ્ઘાટન સમારોહ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી-

IPL 2023ની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ઓપનિંગ સેરેમનીમાં 100,000 ચાહકો હાજર રહેશે. સાંજે 6:00 વાગ્યે તેની શરુઆત કરવામાં આવશે.

ક્યાં બોલીવુડ સ્ટાર કરશે પરફોર્મ ??

IPL 2023 ની ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાન્ના સાથે પ્રખ્યાત બોલિવૂડ ગાયક અરિજિત સિંહ પણ ચાહકોનું મનોરંજન કરશે. આ સિવાય ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેટરિના કૈફ અને ટાઈગર શ્રોફ પણ પરફોર્મ કરી શકે છે.

ઓપનિંગ સેરેમની કેબલ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ અને સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર લાઈવ જોઈ શકાશે.