Abtak Media Google News

BCCI પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લા જશે પાકિસ્તાન

પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટો વિકાસ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે.

આ વખતે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઘણા વિવાદ બાદ પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં રમવાની છે. ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ પાકિસ્તાનમાં જ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધોની અસર ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. 2006થી ભારતે પાકિસ્તાનના પ્રવાસે ટીમ મોકલી નથી. પાકિસ્તાનની ટીમ પણ 2012થી ભારત આવી નથી. 2012થી, બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે BCCI પ્રમુખ રોજર બિન્નીની પાકિસ્તાન મુલાકાત એક મોટી નિશાની છે.

વર્લ્ડ કપનો ભાગ બનવા પાકિસ્તાનની ટિમ પણ આવશે ભારત…??

BCCIની આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં સુધારા તરીકે જોઈ શકાય છે. ICC ચેમ્પિયન્સનું આયોજન 2025માં પાકિસ્તાનમાં થવાનું છે. BCCIની આ પહેલ પછી એવું માની શકાય છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ બનવા માટે પાકિસ્તાન જશે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો ભાગ બનવા માટે પાકિસ્તાને એવી પણ માંગ કરી છે કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા આવવું પડશે. જો કે હજુ આ અંગે વધુ કહી શકાય તેમ નથી. જો બધુ બરાબર રહ્યું તો આવનારા સમયમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી પણ જોવા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.