Abtak Media Google News

બીસીસીઆઈ સામે પાક ઝૂક્યું, એશિયા કપ એક નહીં બે દેશમાં રમાશે

એશિયા કપ 2023 નુ આયોજન આ વખતે પાકિસ્તાન ક્રિકેટબોર્ડ કરનાર છે. પાકિસ્તાન યજમાન પદ મળ્યુ ત્યારથી જ પોતાના દેશની ધરતી પર આયોજન કરવાને લઈ ખૂબ હરખ દર્શાવી રહ્યુ હતુ. પરંતુ. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ માટે નહીં આવે એ વાત સ્પષ્ટ કરી દીધી ત્યારથી જ તેમના દેશમાં હડકંપ મચી ગયો છે. ટૂર્નામેન્ટનુ આયોજન ભારત વિના ફિક્કુ પડી જાય એ વાત સ્પષ્ટ છે.

રેવન્યૂ માટે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સૌથી મહત્વની છે. જોકે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે આ વાતનો રસ્તો નિકાળવામાં લાગ્યુ છે, કારણ કે યજમાન પદ પણ હાથમાંથી જતુ રહે એવી સ્થિતી છે.  દરમિયાન હવે સમાચાર એજન્સીના અહેવાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સુત્રોથી જે જાણકારી આપવામાં આવી છે એ મોટી છે. એશિયા કપને લઈ હવે પાકિસ્તાન નવો પ્લાન ઘડી રહ્યુ છે. જે પ્લાન મુજબ ભારતીય ટીમ માટેની મેચો પાકિસ્તાનની બહાર રમાડવા માટે તૈયારી દર્શાવાઈ રહી છે. આમ એશિયા કપ એક નહીં બે દેશમાં રમાશે.

આ વખતે એશિયા કપ 50-50 ઓવરના ફોર્મેટ મુજબ રમાનાર છે. ભારતીય ટીમ વિના ટૂર્નામેન્ટનો માહોલ જામે નહીં એ સ્વભાવિક છે. બીજી તરફ મોટા ઉપાડે આયોજન સામે રેવન્યુ પણ ભારતની ગેરહાજરીમાં વિશેષ ના થઈ શકે આવામાં પાકિસ્તાન ને આ પોષાય એમ નથી. હવે પાકિસ્તાને ભારત માટે યુએઈમાં મેચના આયોજન કરવામાં આવી શકે છે. સાથે જ ભારત ફાઈનલમાં પહોંચે તો ફાઈનલ મેચનુ આયોજન પણ યુએઈમાં કરવામાં આવી શકે છે.  ‘એવી સંભાવના છે કે પાકિસ્તાન ટુર્નામેન્ટનું આયોજન ચાલુ રાખશે પરંતુ કેટલીક મેચ યુએઈમાં યોજાશે અને ભારત તેની તમામ મેચો ત્યાં રમશે. જ્યારે ભારત ફાઇનલમાં પહોંચશે ત્યારે ફાઇનલ પણ ત્યાં જ હશે’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.