Abtak Media Google News

લાંબા સમયથી માંગ સાથેની હવે ઘ્યાન નહી દેવાય તો જલદ આંદોલનનો લલકાર

રાજયભરના શિક્ષકો સહીત અન્ય સરકારી કર્મીઓ જુની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે. અનેકવાર રજુઆતો કરવા છતાં સરકારના બહેરા કાને આ વાત ન પહોંચતા તા.6ના રોજ ગાંધીનગર ખાતે રાજયભરના સરકારી કર્મીઓ એકઠા થયા હતા.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 3500 હજારથી વધુ કર્મીઓ જોડાયા હતા. અને જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરી હતી. રાજય સરકારે અમલી કરેલ નવી પેન્શન યોજનાનો સરકારી કર્મીઓ ઠેરઠેર વીરોધ કરી રહ્યા છે. ગત 08 એપ્રીલ માસમાં રેલી યોજી આવેદનોપત્રો આપવા છતાં સરકાર મચક આપતી નથી. ત્યારે સમગ્ર રાજયના શિક્ષકો અને અન્ય સરકારી કર્મીઓ તા. 06 મેના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સંયુકત મોરચાના ભરતસીંહ ચાવડા, રણછોડભાઈ કટારીયા, દશરથસીંહ અસવાર, ભગીરથસીંહ ઝાલા, રાજેન્દ્રસીંહ ચીત્રા સહીતના 3500થી વધુ શિક્ષકો અને અન્ય કર્મીઓ જોડાયા હતા. જેમાં શિક્ષણ સાથે જોડાયેલા પ્રાથમીક, માધ્યમીક, ઉચ્ચતર માધ્યમીક તમામ સંવર્ગના કર્મીઓ ભારતીય મઝદુર સંઘ, આરોગ્ય, આઈટીઆઈ, વીજ કંપનીના કર્મીઓ, પેન્શનરો સહીતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવાની સાથે સાથે કર્મચારીઓ પાંચ વર્ષની સળંગ નોકરી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં બદલીનો લાભ આપવા, પગાર પંચના બાકી ત્રણ હપ્તા આપવા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022થી ત્રણ ટકા મોંઘવારી આપવા, સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ આપવા સહીતના પ્રશ્નોની માંગ કરી હતી.

રેલીના સમયે ઝામરથી મોબાઈલ નેટવર્ક જામ કરી દેવાયુ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરના 50 હજારથી વધુ શિક્ષકો સહીતના સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા. ત્યારે સરકારે સત્યાગ્રહ છાવણીની આસપાસ મોબાઈલ નેટવર્ક જામ કરી દેવા ઝામર લગાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.