Abtak Media Google News

૨૦૪૭ સુધીમાં ઉર્જા ક્ષેત્રે કોલસોનો હિસ્સો ૫૮ ટકાથી ઘટાડી ૪૮ ટકા કરવાનું સરકારનું લક્ષ્ય

આગામી ત્રણ દસકા સુધી કોલસો ભારતની ઉર્જાનો મુખ્ય સોર્સ બની રહેશે. હાલ સરકાર રીન્યુએબલ એનર્જી માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. છતા આ પ્રયાસો ઉર્જા માટે કોલસા ઉપરનું ભારણ ઘટાડવા માટે પૂરતા ન હોય તેવું જણાઈ રહ્યું છે.

Advertisement

ભારત વિશ્ર્વમાં કોલસા ઉત્પાદન કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે. ઉપરાંત પ્રદુષણ મામલે પણ ત્રીજુ સ્થાન ધરાવે છે. ત્રીજા ભાગનો કોલસો ઉર્જા માટે વપરાય છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં કોલસાનો ઉપયોગ બે ગણો ઘટાડી ૧.૫ બીલીયન ટન કરવાની વિચારણા સરકારની છે.

વર્ષ ૨૦૧૫માં ઉર્જા ક્ષેત્રે કોલસોનો ઉપયોગ ૫૮ ટકા હતો જે ૨૦૪૭માં ઘટાડીને ૪૨.૪૮ ટકા કરવાની યોજના પણ સરકારની છે. કોલસાને હાલ ઉર્જા માટે સસ્તો સોર્સ માનવામાં આવે છે. જેની સામે હાઈડ્રોપાવર કે પરમાણુ ઉર્જા ખૂબજ મોંઘી છે. ઉપરાંત વર્ષોથી કોલસાથી વીજ ઉત્પાદન સરળતાથી થતુ હોવાથી અન્ય સોર્સ માફક આવતા નથી.

હાલ કોલસાની આયાત ૨૫ ટકા છે. જે વર્ષ ૨૦૪૭ સુધીમાં વધીને ૬૨ ટકા થઈ જશે વર્ષ ૨૦૨૨ સુધીમાં વીજ ઉત્પાદન ૧૭૫ ગીગાવોટ કરવાનું લક્ષ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.