Abtak Media Google News

સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પર ભાર મુકતા મુખ્યમંત્રી ‚રૂપાણી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વનો નિર્ણય કરતા દરેક પાલિકાઓમાં અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ઉપર ભાર મુકયો હતો અને આ કામગીરી માટે ૧૦૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકાઓ હેઠળ આવતો વિસ્તાર એકદમ સ્વચ્છ રહે અને લોકોને કોઈપણ જાતની પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ શ‚ કરવા માટેની જાહેરાત ઈ હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર રહેલા ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર લોકોની મુશ્કેલીઓ નિવારવા અને સુવિધામાં વધારો કરવા કટીબધ્ધ છે. આ સો મુખ્યમંત્રી ‚રૂપાણીએ કહ્યું હતું કે, પાલિકા અને મહાનગરપાલિકા દ્વારા દરેક વિસ્તારોમાં વિકાસના નવા-નવા કામો ાય અને લોકોને પુરતી સુવિધા મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે અને સરકારની દરેક યોજનાનો ફાયદો લોકોને મળે તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવે છે. જેી લોકોની સુખાકારીમાં વધારો ાય.

આ ઉપરાંત કોર્પોરેશન અને પાલિકાને ફાળવવામાં આવતા ફંડ બાદ કામગીરી પણ સચોટ રીતે કરવામાં આવે તેના પર પણ ધ્યાન દેવામાં આવે છે. વધુમાં પાલિકાઓને ૯૦ ટકા કરની વસુલાત કરવા ઉપર ભાર આપ્યો હતો અને કહ્યું હતું કે, આ આવકનો ઉપયોગ સ્વચ્છતા અને લોકોની સુવિધા માટે વો જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.