Abtak Media Google News

ત્રણ વક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત તેમજ બીજા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પોહ્ચ્તા સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોટા ફોફળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Advertisement

વાત કરવા માં આવેતો ગતરાત્રિ ના આશરે ૮.૩૦ કલાકે અવાખલ ગામે આવેલ ભૂખી નાડા પાસે શેરડી  ભરેલ GJ-6-JE -0552 નંબરના ટેક્ટર સાથે ડભોઇ તરફ જઈ રહેલ ત્રિવિલ GJ-6-AV -5147 નંબર નો છગડો

સામસામે ભટકતા એકજ પરિવાર ની માતા તેમજ પુત્રી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ તેમજ છગડા માં સવાર ત્રણ વ્યક્તિ ને છગડા ચાલક ને ઇજા પોહ્ચ્તા ૧૦૮ દ્વારા મોટા ફોફળિયા હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા જયારે ટેક્ટર ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયેલ આઘટના ની જાણ સાધલી આઉટ પોસ્ટ ના જમાદાર જેરુભાઈને થતા ઘટના સ્થળે પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ

તેજ સમય દરમ્યા સેગવાથી માલપુર વચ્ચે શેરડી ભરેલ MP – 45 -AA -1586 નંબર નું  ટેક્ટર  GJ-6-JK -4630  નંબરની બાઈક સાથે ભટકતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજેલ તેમજ બાઈક પાછળ બેસેલ વ્યક્તિને ગંભીર ઇજા પોહ્ચ્તા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ માં લઈજવામાં આવેલ

આ ઘટના ની શિનોર પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પોહચી ફરાર ટેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.