Abtak Media Google News
અમદાવાદમાં પણ ઇસરોના ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથો રાઇઝેશન સેન્ટર અને હેક કવાર્ટરનું ઉદધાટન કરશે: 18મીએ પણ ગુજરાતના મહેમાન બનશે

અબતક, રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આપી રહી છે. તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માદરે વતન ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. ગત ર8મી મે ના રોજ પીએમ સૌરાષ્ટ્ર અને મઘ્ય ગુજરાતના મહેમાન બન્યા હતા દરમિયાન આગામી 9મી જુનના રોજ ફરી એકવાર પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં આદીવાસી ક્ષેત્રમાં ચાર લાખથી વધુ નાગરીકોના સમસરતા સંમેલનને સંબોધશે. દરમિયાન 18મી એ ફરી વડાપ્રધાન ગુજરાતમાં આવશે વડોદરા ખાતે વિશાળ રોડ-શો યોજશે અને પાવાગઢમાં માઁ મહાકાળી માતાજીના દર્શન કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી શુક્રવારના રોજ સવારે 10.15 કલાકે ગુજરાતમાં આવશે તેઓ નવસારીમાં સમરસતા સંમેલનને સંબોધશે ત્યારબાદ બપોરે એ.એમ. નાઇક હેલ્થકેર કોમ્પલેકસનુ ઉદધાટન કરશે ત્યારબાદ વડાપ્રધાન નવસારીથી સિઘ્ધાં જ અમદાવાદ ખાતે પહોચશે જયાં પીએમના હસ્તે બપોરે 3.15 કલાકે

ઇસરો ખાતે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર તથા હેડ કવાર્ટર બિલ્ડીંગનું સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ પણ ઉ5સ્થિત રહેશે.

આગામી 9મી જુન બાદ ફરી નવ દિવસના અંતરાળ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાત લેશે તેઓ 18મી જુને વડોદરામાં વિશાળ રોડ-શો યોજાશે આ ઉપરાંત સરકાર યોજનાના મહિલા લાભાર્થીઓ માટે એક વિશાળ મહાસંમેલનને સંબોધશે. ગુજરાતમાં હવે વિધાનસભાની ચુઁટણીના આડે હવે ગણતરીના મહીનાઓ બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના માંધાતાઓના ગુજરાતમાં આંટફેરા સતત વધી રહ્યા છે.

માત્ર ભાજપ જ નહી અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ ગુજરાતમાં સતત આવન-જાવન કરી રહ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ  સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચુંટણી પૂર્વ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે નેતાઓના આંટાફેરા વઘ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.