Abtak Media Google News

હોટલનું બોર્ડ ચડાવવા જતા  કરૂણાંતિકા સર્જાઈ: પેટિયુ રળવા આવેલા ત્રણ યુવાનોના આકસ્મિક મોતથી અરેરાટી

વેરાવળમાં રબારી વાળામાં એક હોટલમાં છત પર  બોર્ડ લગાડવા જતા એક સાથે  ત્રણ વેઈટરોના મોતથી  ચકચાર મચી ગયો છે. પેટિયુ રડવા આવેલા  મજૂરોના આકસ્મિક મોતથી વેરાવળ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અંગેની પોલીસમાંથી  પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ રબારી વાળાના નાકે એસ.ટી. રોડ પર આવેલી સ્વાગત હોટલમાં કામ કરતા મહેશ સોમજી પરમાર, હીરાલાલ મનગીલ મીના અને વિવેક મહેરબાન  સિંગ મીના હોટલનું  પાટિયુ  લગાડવા જતા 11 કેવીનો  વાયર અટકી જતા ત્રણેય મજૂરોના  કમકમાટી ભર્યા મોત નિપજયા છે.

ઓ ત્રણેય મૃતક યુવાનો  પોતાનું પેટિયુ રડવા માટે  વેરાવળ આવ્યા હતા.જયા દેવેન્દ્રસિંંહ છોટાલાલ મીણાની  હોટલમાં  વેઈટરનું  કામકાજ કરતા હતા.

ત્યારે  હોટલ ભાડા પર ચલાવતા હોય અને હોટલના સંચાલકે હોટલમાં કામ કરનારા યુવકોને અગાસી પર બોર્ડ ફિટ કરવાનું કામ સોંપતા જે કામ વિશે ત્રણ યુવાનો જાણકાર ન હોય જેથી 11 કેવી નું ધ્યાન રાખ્યા વગર સતત મહેનત કરી બોર્ડ ફીટ કરવા જતા મોત મળ્યું હોય તેવું જણાઈ આવે છે.

તો બીજી બાજુ હોટેલના સંચાલક દ્વારા તેને ત્યાં વેઇટર તરીકે કામેં રાખનાર ને આવું જોખમી કામ ન સોંપવું જોઇએ તેમ છતાં તેઓ દ્વારા બેઇટરોને આવું જોખમી કામ સોંપાતા તેના મોતનું કારણ બન્યું હોય તેવું જણાઈ આવે છે

જો કે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વેરાવળ સી.ટી પીઆઇ ડી.ડી પરમાર પી.એસ.આઇ મોઢવાડિયા તેમજ મહિલા પી.એસ.આઇ  ખૂમાણ તેમજ રાઇટર પીઠરામભાઈ અને ડિ સ્ટાફ ના એ.એસ.આઈ

દેવદાનભાઈ કુંભારવાડીયા તથા નટુભા અને અન્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ આ ત્રણેય લાશોને વેરાવળ સરકારી હોસ્પિટલ આવેલ ખાતે રાખી છે તેમાં ડોક્ટરો દ્વારા બે યુવક નું પી.એમ કરવાની કામગીરી હાથ ધરી છે જ્યારે મહેશ સોમજી પરમાર કે જેમનો ડાબો હાથ વીજ કરંટ લાગવાના કારણે સદંતર બ્લાસ્ટ થઈ ગયેલ હોય તેનું પી.એમ કરવા માટે જામનગર મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.