Abtak Media Google News
  • રેન્જ આઇજી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટાઉનમાંથી 176 ગ્રામ ડ્રગ્સ સાથે એલ.સી.બી.એ દબોચી લીધા
  • ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની ખૂન, ખંડણી અને લૂંટના ગુનામાં સંડોવણી

 

Advertisement

દેશભરમાં અનેક ગુનાઓમાં સામેલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું નામ ફરી એકવાર ગુજરાતમાં ગુંજ્યું છે. થોડા દિવસો પહેલા જ લોરન્સને માંડવી ખાતે કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં રિમાન્ડ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે બાદ રાજકોટ નજીક પડધરી પાસે પણ અંદાજિત રૂ.200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં પણ લોરેન્સ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઝાલાવાડમાં લોરેન્સના સાગરીતો એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયા છે.

રેન્જ આઇજી અશોક કુમાર યાદવના માર્ગદર્શનમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ટાઉનમાંથી લોરેન્સ ગેંગના ત્રણ સાગરીતોને રૂ.17.60 લાખની કિંમતના 176 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડી મોટી સફડતા મળી છે.

મળતી વિગત કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના વોન્ટેડ 3 સાગરીતોને મેફેડ્રોન ડ્રગ્સ 176 ગ્રામના કિ.રૂ.17,60,000/- સહિત કુલ રૂ.17,81,500/- ના મુદામાલ સાથે સુરેન્દ્રનગર ટાઉનમાંથી  પકડાયા છે.

Screenshot 20230601 145654

એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર   વી.વી.ત્રિવેદી  નાઓએ એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ   સી.એ.એરવાડીયા તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ કોઇપણ પ્રકારના નશાની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપી સાથે રહી સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ અને તે દરમ્યાન એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે, લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો અક્ષય રામકુમાર ડેલુ તથા   અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ રહે.બંને ખેરપુર પંજાબ તથા  વક્રમસિંહ બળવંતસિહ જાડેજા રહે.કચ્છ નાઓ ગોકુલ હોટલ નજીક શિવસગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં ફલેટ નં- બી-104 માં આશરો મેળવેલ છે અને તેઓ ઘણા ગુન્હામાં વોન્ટેડ છે અને તેઓ પાસે નાર્કોટીકસનો જથ્થો પણ છે. જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા   ત્રણ આરોપીઓને પોતાના કબ્જા ભોગવટાના  ગે-કા પાસ પરમીટ વગર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન-176 ગ્રામ કિ.રૂ.17,60,000/- તથા મોબાઈલ નંગ-5 કિ.રૂ.20,500/- તથા વાઇફાઇ ડોંગલ-1 કિ.રૂ.1,000/- મળી કુલ કિ.રૂ.13,81,500/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ   તમામ મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ ગુનો નોંધવામાં આવ્યો છે.

તેમજ  આરોપીઓની પુછપરછ કરતા પોતે લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંલગ્ન રહી આરોપીઓ અક્ષય રામકુમાર ડેલું જાતે.બીમોઇ ઉવ.રર   અંકિત વિષ્ણુરામ કાકકડ જાતે.બિશ્નોઇ ઉવ.22 રહે.બંને ખેરપુર તા.અબીહર જી કાલકા પંજાબ વાળાઓ આજથી આશરે બે મહિના લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ દ્વારા રાજસ્થાન રાજયના જૈન ઇસમ પાસે 50 લાખની ખંડણી માંગેલ તે અંગે શ્રીગંગાનગર પો.સ્ટે.માં ખંડણીનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હા કામે વોન્ટેડ હોવાની તથા આરોપી નં-3 વિક્રમસિંહ બળવતસિહ જાડેજા ઉવ.30 રહે વાંક તા.અબડાસા જી.કચ્છ ભુજ વાળાની પુછપરછ કરતા પોતે સને-2017 માં કચ્છ જીલ્લાના જખી પોલીસ સ્ટેશનમાં ખુન કેસને અંજામ આપેલ જે ગુગમાં નામ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ જે અંગે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હોય અને દિન-10 ની પેરોલ રજા બાદ ફરાર હતા હાલ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.