Abtak Media Google News

ભારતમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 28 સુધીમાં 146 વાઘના મૃત્યુ નોંધાયા છે, જે 2012 પછીનો સૌથી મોટો આંકડો છે. આ આંકડા નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટીના ડેટામાં દર્શાવવામાં આવ્યો છે. વાઘની વસ્તીને બચાવવાના ભારતના પ્રયાસોમાં આ માહિતી ચિંતાજનક બાબત છે, કે ચાલુ વર્ષે વાઘના શરીર અંગોની તસ્કરીના અલગ અલગ 14 કેસ નોંધાયા છે જે વર્ષ 2017 પછીનો સૌથી મોટો આંકડો છે.

આ વર્ષે સૌથી વધુ વાઘના મૃત્યુ મધ્યપ્રદેશમાં થયાં છે જ્યાં ફકત નવ માસમાં 34 વાઘના મોત નીપજ્યા છે. માં ત્યારબાદ મહારાષ્ટ્રમાં 32 વાઘના મોત નીપજ્યા છે. 146 વાઘમાં 24 બચ્ચાનો સમાવેશ થાય છે. આ વાઘની વસ્તીની પ્રજનન ક્ષમતાને સીધી અસર કરી શકે છે. અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં લગભગ 17, આસામમાં 11, કર્ણાટકમાં 9 અને રાજસ્થાનમાં 5 વાઘના મોત થયા છે. આ ઉપરાંતઆ સમયગાળા દરમિયાન દેશના વિવિધ વાઘ અનામતની અંદર 70 મૃત્યુ નોંધાયા છે.

વાઘના મોતના આંકડા સેવ ધ ટાઇગર પ્રોજેક્ટ પર સવાલ ઉભા કરનારા

છેલ્લા 10 વર્ષમાં વાઘના મોત અંગેના આંકડા ધ્યાને લેવામાં આવે તો ભારતમાં 2022માં 121 વાઘના મોત થયાં છે. જયારે 2021માં 127, 2020 માં 106, 2019 માં 96, 2018 માં 101, 2017 માં 117, 2016 માં 121, 2015 માં 82, 2014 માં 78, 2013 માં 68 અને 2012 માં 88 મોત થયાનું એનટીસીએ જણાવે છે. એનટીસીએ મુજબ વાઘના મૃત્યુના કારણો કુદરતી અથવા અકુદરતી હોઈ શકે છે. અકુદરતી કારણોમાં અકસ્માતોને કારણે થતા મૃત્યુ, સંઘર્ષમાં વાઘનો નાશ થઈ શકે છે. વાઘનો શિકાર એ કારણોની એક અલગ શ્રેણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.