Abtak Media Google News

ઉત્તરાખંડમાં ધારચુલા-લિપુલેખ રોડ પર ભૂસ્ખલનના કારણે બોલેરો દટાઈ ગયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોતની આશંકા છે.  સાત કલાક સુધી સતત શોધ અને બચાવ કામગીરી છતાં ખડકો નીચે દટાયેલી કાર મળી શકી ન હતી.  અંધારાના કારણે સાંજે સાત વાગ્યે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

ધારચુલાથી 55 કિમી દૂર માલપા અને પેલાસિટી ધોધની વચ્ચે આવેલા થાક્તિ ધોધ નજીક રવિવારે બપોરે લગભગ 1.30 વાગ્યે એક વિશાળ ખડક સરકીને રોડ પર પડ્યો હતો. નબી ગામથી ધારચુલા તરફ આવી રહેલી બોલેરો કેમ્પર જીપ ખડલ નીચે દટાઈ ગયો હતો.  આ જીપની આગળ ચાલી રહેલી બીજી જીપના ચાલક અજયને જ્યારે અવાજ સંભળાયો ત્યારે તેને અકસ્માતની જાણ થઈ હતી.

કલાકોની મહેનત બાદ પણ મૃતદેહો બહાર કાઢી ન શકાયા, હવે બચાવ કાર્યમાં હેલિકોપ્ટરની મદદ લેવાની તૈયારી

આ ઘટનાની જાણ થતાં પોલીસ, એસએસબી, એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટીમ દ્વારા ખડકો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ લગભગ 50 મીટર સુધી પડેલા વિશાળ ખડકોને કારણે જીપ અને તેમાં સવાર લોકો શોધી શક્યા ન હતા. મોડી સાંજે જીપની છતનો કેટલોક ભાગ અને મુસાફરના શરીરના કેટલાક ટુકડા કાટમાળમાં જોવા મળ્યા હતા.  દરમિયાન અંધારપટ અને ફરીથી પથ્થરો પડવાની દહેશતને કારણે કામગીરી અટકાવવી પડી હતી.

હાલ ધારચુલા-લિપુલેખ રોડ પર રસ્તા પર પર્વત ઉપરથી પથ્થરો પડતાં વાહનોની અવરજવર બંધ છે. આ મામલે એસડીએમ દિવેશ શશનીએ જણાવ્યું કે પથ્થરો તૂટવાને કારણે જીપ કાટમાળ નીચે દટાઈ ગઈ છે.  જીપમાં કેટલા લોકો હતા તે જાણી શકાયું નથી. જરૂર પડશે તો સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.