Abtak Media Google News

મોબાઈલ યુગમાં હવે ઘડિયાળની અગત્યતા સાવ ઘટી જવા પામી છે. એક સમય હતો જ્યારે કોઈ એક વ્યક્તિએ પોતાને કાંડે ઘડિયાળ બાંધી હોય તો દિવસ દરમ્યાન સેંકડો વ્યક્તિઓ તેને સમય પૂછતા હતા.રાજાશાહી યુગમાં રાજકોટવાસીઓને સમય જાણ થાય તે માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાકાય ટાવર ઉભા કરવામાં આવ્યા હતા.

Advertisement

Rajkot 2 1

હાલ શહેરના રૈયા નાકા, બેડીપરા અને જામ ટાવર વિસ્તાર એમ કુલ 3 ટાવર રાજાશાહી સમયની સાક્ષી પુરી રહ્યા છે.આ ટાવરમાં ઘડિયાળો ફીટ કરવામાં આવતી હતી.જેના થકી દૂર દૂર સુધી લોકોને સમયની જાણ થતી હતી.તે સમયે લોકો ભણેલા ઓછું હતા પરંતુ પોતાની કોઠાસૂઝથી તડકાના અધારે સમયનું અનુમાન કાઢી લેતા હતા.ટાવરના ઘડિયાળના ડંકા ગણીને સમય નક્કી કરી લેતા હતા.

આજે સ્માર્ટ યુગમાં ઘડિયાળના ટાવરનું સ્થાન મોબાઇલ ટાવરે લઈ લીધું છે.પરિણામે એક સમયે જેની બોલબાલા હતી તે ઘડિયાળ પોતાના અસ્તિત્વ બચાવવા માટે ઝઝૂમી રહી છે ત્રણેય ટાવરની ઘડિયાળ હાલ બંધ હાલતમાં છે.આટલું જ નહીં રાજાશાહી સમયના સાક્ષી એવા ટાવરો પાસે બેસુમાર ગંદકી પણ જોવા મળી રહી છે.

Rajkot 3 1

રાજકોટનો સમાવેશ વિશ્વના સૌથી વધુ વિકસતા શહેરોમાં ચોક્કસ થયો છે અને સૌરાષ્ટ્રનું પાટનગર હાલ સ્માર્ટ સિટી બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહ્યું છે પરંતુ બીજા શબ્દોમાં કહેવામાં આવે તો રાજકોટમાં સમય થંભી ગયો છે.ટાવરની બંધ ઘડિયાળો અનેક વખત રિપેરીંગ પણ કરવામાં આવી છે પરંતુ પોતાનું મહત્વ શહેરીજનોને સમજી ન રહ્યા હોય સમય પણ થાકીને થંભી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.