Abtak Media Google News

એલ્યુમિનિયમ, કોપર, ઇલેક્ટ્રિક રેગ્યુલેટર સહિતની વસ્તુઓને ક્વોલીટી કંટ્રોલમાં આવરી લેવામાં આવશે

એપ્રિલથી નવેમ્બર માસમાં ભારતનું આયાત 29.5 ટકા વધ્યું

કેન્દ્ર સરકાર ભારતમાં નિકાસ ને પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલાંઓ લઈ રહ્યું છે જેના માટે વિવિધ યોજનાઓની સાથોસાથ આયાત પરનું ભારણ કઈ રીતે ધારણ ઘટાડવામાં આવે તે માટે અનેકવિધ નીતિ નિયમો અને યોજનાની અમલવારી પણ કરી રહ્યું છે ત્યારે ફરી એક વખત કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકાર હવે નિકાસને પોલાદી તાકાત આપવા માટે 50 ચીજવસ્તુઓને  ગુણવત્તાના માપદંડો માં આવરી લેવાશે. આગામી નાણાકીય વર્ષ 2023 24 માં આયાત પરનું ધારણ ઘટાડવા માટે સરકાર એલ્યુમિનિયમ, કોપર, ઈલેક્ટ્રીક રેગ્યુલેટર, હોમ એપ્લાયન્સ શ્રી ચીજ વસ્તુઓને ક્વોલિટી કંટ્રોલમાં આવરી લેવામાં આવશે. હવે આ તમામ ચીજ વસ્તુઓ ઉપર આઈએસ નો હોલમાર્ક લગાડવામાં આવશે પરિણામે જે કોઈ

એક્સપોર્ટ ઓર્ડર નક્કી થાય તેમાં આ લોગો નહીં હોય તો તેને માન્યતા નહીં મળે.

વાંચ સામે આવી રહી છે કે આગામી વર્ષ 2023 24 ના બીજા ક્વાર્ટર થી 50 જેટલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરને પ્રસ્થાપિત કરવામાં આવશે અને જેના માટે 16 જેટલા ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. અમલવારી કર્યા પૂર્વેજ સરકાર આ ક્ષેત્ર સાથે જોડાયેલા સ્ટેટ હોલ્ડરો ને પોતાના મંતવ્યો અને વિચાર રજુ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય પણ આપ્યો છે જે સમયગાળા દરમિયાન તેઓ આ મુદ્દે પોતાના વિચાર રજુ કરી શકશે. 16 ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં 16 પ્રોડક્ટ કેટેગરી ની અમલવારી પણ થઈ છે જેમાં એલ્યુમિનિયમ સાથે નટ બોલ્ટ, સીલીંગ ફેન રેગ્યુલેટર કોપર પ્રોડક્ટ સહિતની ચીજ વસ્તુઓને ક્વોલિટી કંટ્રોલમાં સમાવવામાં આવશે.

ભારત હર હંમેશ આયાત ઉપર અંકુશ રાખવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે એપ્રિલ થી નવેમ્બર માસ દરમિયાન ભારતની આયાત 29.5 ટકા વધી હતી. આયાત પરનું ધારણ ઘટાડવા સરકાર દ્વારા વધુ તીવ્ર મહેનત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.