Abtak Media Google News

૬૧,૦૦૦ કિ.મી. માર્ગ નિર્માણ કરવા સરકાર કટીબધ્ધચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ

ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળ માર્ગ નિર્માણનો ટાર્ગેટ પુરો કરવામાં સરકારને આંખે અંધારા આવી ગયા છે. અત્યાર સુધી ધીમી ગતિએ કામ થતાં હવેથી ટાર્ગેટ પુરો કરવા દરરોજ ૧૩૪ કિ.મી.ની જગ્યાએ ૧૬૭ કિ.મી. માર્ગનું નિર્માણ કરવું પડશે.

પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના પ્રમ તબકકામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ને ડેડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ડેડલાઈન પહેલા ૬૧ હજાર કિ.મી. રોડનું નિર્માણ કરવાનું છે. જો કે, આ ટાર્ગેટ ખૂબજ મોટો છે. છતાં પણ આ ટાર્ગેટ પુરો કરવા દરરોજ ૧૬૭ કિ.મી. માર્ગ નિર્માણ કરવામાં આવશે. ભાજપ શાસીત રાજયોમાં માર્ગ નિર્માણનું કામ ઝડપી ઈ રહ્યું છે. હાલ ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ શાસીત રાજયોમાં માર્ગ નિર્માણ કેટલું થયું તે મુદ્દે રિપોર્ટ પણ તૈયાર ઈ રહ્યાં છે.

આંકડા મુજબ આસામ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઓરીસ્સા તેમજ છત્તીસગઢ તા પશ્ર્ચિમ બંગાળના નકસલવાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગ નિર્માણની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

વર્ષ ૨૦૧૬-૧૭માં દરરોજ ૧૩૦ કિ.મી.ની સરેરાશે માર્ગ નિર્માણનું કામ તું હતું. જે ૨૦૧૭-૧૮માં ૧૩૪ કિ.મી. સુધી પહોંચી ગયું હતું. અલબત ૨૦૧૮-૧૯માં આ કામ વધુ ઝડપી કરવું પડશે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧ થી ૨૦૧૪ દરમિયાન દરરોજ સરેરાશ ૭૩ કિ.મી.ના માર્ગનું નિર્માણ તું હતું. ત્યારબાદ ચાર વર્ષોમાં આ કામગીરી વધુ ઝડપી થઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.