Abtak Media Google News

૯૮૦૦થી વધુ વેબસાઈટોને બંધ કરતું ચાઈનાનું સાયબર સ્પેસ એડમીનીસ્ટ્રેશન

 

૨૧મી સદીમાં ઈન્ટરનેટનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ઈન્ટરનેટના માધ્યમથી અનેકવિધ બિભત્સય માહિતીનો પણ ફેલાવો થતો જોવા મળે છે ત્યારે ચાઈના દ્વારા ૭ મિલીયન જેટલી પોસ્ટ અને ૯ હજારથી વધુ એપ્લીકેશનોને બ્લોક કરી દીધી છે. વાત કરવામાં આવે તો ચાઈનાના સાયબર વોચ ડોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટેકનિકલ જાયન્ટ કંપની ટેનસેન્ટ ન્યુઝ એપ્લીકેશન અનેકવિધ બિભત્સ્ય માહિતી ઈન્ટરનેટ મારફતે પોસ્ટ કરતી હતી જેના પર રોક લગાવી ચાઈના દ્વારા તેને બંધ કરવામાં આવી છે.

ચાઈનાના સાયબર સ્પેસ એડમીનીસ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચાલુ માસમાં જે માહિતીઓ ઈન્ટરનેટ મારફતે મુકવામાં આવી હતી અને જે ગંભીર પણ હતી તે તમામ માહિતીઓને ડિલીટ કરી અને ૭૩૩ જેટલી વેબસાઈટોને બંધ કરી દેવાના હુકમો પણ કરવામાં આવ્યા છે.

તેઓએ ટેનસેન્ટ કંપનીને આદેશ કરતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા જે માહિતીઓને મુકવામાં આવે છે તેના પર રોક લગાવવી જોઈએ અને પ્રજાલક્ષી અને પ્રજાને ઉપયોગી થાય તે પ્રકારની માહિતીઓને અનુસરી ઈન્ટરનેટ ઈકો સિસ્ટમને સુદ્રઢ રીતે કાર્યરત કરવી જોઈએ.

સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર માહિતીની સાથોસાથ ફોટો પણ શેર કરવામાં આવતો હોય છે જે ઘણા અંશે ગેરવ્યાજબી પણ માનવામાં આવે છે. કારણકે અમુક પ્રકારના ફોટોઝ લોકોના માનસ પટ ઉપર ખુબ જ ખરાબ અસર છોડી જતું હોય છે જેના કારણે સંસ્કૃતિને પણ ગંભીર અસર પહોંચે છે ત્યારે ચાઈનાના સાયબર સ્પેસ એડમીનીસ્ટ્રેશન દ્વારા ૯૮૦૦ જેટલા સોશિયલ મિડીયા એકાઉન્ટને આ પ્રકારની ભુલો કરવા બાબતે તેમને બંધ કરી દેવામાં આવ્યા છે અને બ્લોક પણ કરાયા છે જેથી કોઈપણ પ્રકારની બિભત્સય માહિતીને વેગ સોશિયલ મિડીયા મારફતે ન મળી શકે માટે અનેકવિધ દેશોમાં આ પ્રકારની માહિતીઓ સોશિયલ મિડીયા ઉપર બેરોકટોક રીતે મુકવામાં આવતી હોય છે ત્યારે ચાઈના દ્વારા આ પ્રકારનું પગલું લેવાવાળાે પ્રથમ દેશ બન્યો છે જેનાથી અન્ય દેશોએ પણ સબક શિખવાનો રહેશે અને પોતાની સાયબર સિકયોરીટીને મજબુત કરવા પ્રયત્નો પણ હાથ ધરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.