Abtak Media Google News

ટ્રક, ટ્રેકટર અને મોટર સાયકલ સહિત ૩૯ લાખનો મુદામાલ કબ્જે કરાયો

ગતરાત્રીના હળવદ પોલીસ દ્વારા તાલુકાના કોયબા ગામ નજીકથી ગાજરની બોરીઓ નીચે છુપાવેલો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે પોલીસ દ્વારા ૩૭૨ પેટી વિદેશી દારૂ સાથે એક ટ્રક, એક ટ્રેક્ટર, એક બાઈક, ત્રણ મોબાઈલ સહિત  રૂ ૩૯ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હફ્રવદ પંથકમાં મોડી રાત્રીના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પી.આઈ એમ.આર. સોલંકી, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર, વિજય છાસિયા સહિતના પોલીસ દ્વારા તાલુકાના કોયબા ગામની સીમ વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હોય તે વેળાએ જ દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. હળવદ પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી ૩૭૨ પેટી વિદેશી દારૂની તેમજ એક ટ્રક, એક બાઈક, ત્રણ મોબાઇલ મળી કુલ રૂ આશરે ૩૯ લાખના મુદ્દામાલ સાથે કોયબા ગામના એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજી તરફ હાલ પી.આઈ સોલંકી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે કે આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને કોને આપવાનો હતો તેમજ હજુ આની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે તેમ સહિતની ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતાં બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ પતુફાભા ચાવડા (રહે.કોયબા), વિજય જયંતિલાલ અઘારા, આસીક ઉર્ફે અશોક ઉર્ફે બાડો ઈકબાલભાઈ મુલતાની (રહે.જુના દેવળીયા), રાજેશ ઉર્ફે રાજભા દિલુભા લીંબોલા (રહે.ઘનશ્યામપુર), પ્રતાપ જીલુભાઈ રાજપુત (રહે.સુંદરી ભવાની), ભરતભાઈ ભાલુભાઈ ભરવાડ (રહે.સોલડી), ટ્રક નં.આર.જે.૧૯-જીએ- ૪૯૧૯નો ચાલક તથા એક ટ્રેકટરનો ચાલક સહિત આઠ આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેમાંથી જીતેન્દ્ર ઉર્ફે એસપીને ઝડપી લેવાયો છે ત્યારે અન્ય આરોપીઓ ફરાર રાત્રીના અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા. જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે ઝડપાયેલ આરોપી મેં આજ રોજ નામદાર હળવદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા આરોપીને તારીખ ૨૮ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.