Abtak Media Google News

દિલ્હી, યુપી, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં રેતીના તોફાન અને વીજળી પડવાથી ૪૦ લોકોના મોત

ઉત્તર ભારતના દિલ્હી, ઉત્તર પ્રદેશ તેમજ બંગાળ અને આંધ્ર પ્રદેશને રેતીના તોફાન અને થંડરસ્ટોર્મે ધમરોળ્યું છે. આંધી તોફાનના કારણે ૩૦થી વધુ લોકોના મોત નીપજયા છે. પશ્ર્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે ચાર બાળકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આજે પણ દિલ્હી અને એનસીઆરને તોફાની પવનો બાનમાં લેશે તેવું હવામાન ખાતાનું કહેવું છે.

દિલ્હીમાં ભારે વરસાદના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે પશ્ર્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં અનુક્રમે સાત અને આઠ લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં ધૂળની આંધી અને વરસાદના પગલે ૭૦ ફલાઇટ ડ્રાઇવર્ડ કરવામાં આવી હતી. હરિયાણા, ગુડગાવ અને બરેલી સહિતના વિસ્તારોમાં પણ વંટોળના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

ઉત્તર પ્રદેશના ૨૬ જિલ્લાઓ ઉપર આજે રેતીના તોફાનનું જોખમ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે દિલ્હી ઉપર આજે ધૂળ્યુ વાવાઝોળુ તાટકે તેવી દહેશત વ્યક્ત કરી છે. આજે ૭૦ કીમીની ઝડપે પવન ફુંકાશે તેવો વરતારો હવામાન વિભાગનો છે. ચેતવણીના પગલે એનડીઆર સહિતની સુરક્ષા ટુકડીઓને સાબદી કરવામાં આવી છે. સરકારી વિભાગો પણ બચાવ કામગીરીમાં ખડેપગે રહેશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.