Abtak Media Google News

ગંગાજીની ઉત્પત્તિ વૈશાખ સુદ સાતમના દિવસે બ્રહ્માજીના કમંડળમાંથી થઈ હતી તેથી વૈશાખ સુદ સપ્તમીને ગંગા સપ્તમી તરીકેની પણ ઓળખ

આ દિવસે ગંગાજી મહાદેવની જટામાં પ્રવેશ્યા અને એક વર્ષે અક્ષય તૃતિયાના દિવસે જટામાંથી ધરતી પર પધાર્યા હતા ‘ભગીરથ કાર્ય’

આ બાજુ પૃથ્વી પર સૂર્યવંશમાં રાજા ઇશ્વાકુ એ અયોધ્યા રાજધાની બનાવી મહાજનપદ સ્થાપ્યું. આથી આ વંશ ઈશ્વાકુવંશ કહેવાય છે. મહારાજ ઈશ્વાકુના, કુક્ષિના, વિકુક્ષિના, બાણના, અણરણ્યના, પૃથુના, ત્રિશંકુના, ધૂંધુમારના, યુવનાશ્વના, માંધાતાના, સુસંધિના , ધ્રુવસંધિના, પ્રસેનજીતના પુત્ર અસિત અને અસિતના મહારાજ સગર થયા આ સગરને 60000પુત્રો હતા અને સગર એટલા પરાક્રમી હતા કે દેવરાજ ઈન્દ્ર તેમની ઈર્ષા કરતા હતા. ઈન્દ્રદેવે મહારાજ સગરના અશ્વમેઘ યજ્ઞનો દિવ્ય અશ્વ ચોરીને પાતાળમાં નારાયણના અંશ મહર્ષિ કપિલ જ્યાં તપ કરતા હતા ત્યાં બાંધી દીધો. આથી સગર ના 60000 પુત્રોએ એ દિવ્ય અશ્વને શોધવા પૃથ્વિ ખોદીનાખી અને પાતાળ સુધી પોહોંચ્યાં, અને મહર્ષિ કપિલ જ્યાં તપ કરતા હતા ત્યાં અશ્વને બાંધેલો જોઈને મહર્ષિ કપિલને અશ્વના ચોર સમજી અપમાન કર્યું, તથા મહર્ષિનું તપ ભંગ કર્યું.

આથી મહર્ષિ કપિલની ક્રોધાઅગ્નિ થી સગર પુત્રો બળીને રાખના ઢગલા થઈ ગયા. આમ એ સગર પુત્રોના મોક્ષાર્થ તેમના ભાઈ અને એક માત્ર બચેલા સગર પુત્ર અસમંજસે પ્રયત્ન શરૂ કર્યા અને મહર્ષિ કપિલની ક્ષમા માંગી પોતાના ભાઈઓને મુક્તિ કેમ મળે તેમની ગતિ કેમ થાય? એ જણાવવા મહર્ષિને વિનંતી કરતા મહર્ષિ એ કહ્યું કે પતિતપાવની ગંગા જો આપૃથ્વી પર બ્રહ્મલોકથી આવે તો આપના ભાઈઓ જ નહીં પણ સમસ્ત પૃથ્વિલોકનું કલ્યાણ થશે અને આ અશક્ય જેવું કાર્ય ક્ષત્રિય જ કરી શકે છે.

આમ અસમંજસે યત્ન આરંભ્યું અને અસમંજસના અંશુમન થાયા તેમણે પણ પિતા માફક પૂર્વજોના મોક્ષાર્થ ઘોર તપ કરી પોતાનો દેહ વિલય કરી દીધો. અંશુમનના પુત્ર દિલીપ થયા તેમણે પણ પોતાના પિતાની આજ્ઞાથી ઘોર તપસ્યા કરી અને મરણાંત પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા. ત્યારબાદ દિલીપના મહાન ભગીરથ થયા, જેમણે પણ પોતાના પૂર્વજો સમાન અથાગ તપ કર્યું, ચાર પેઢીના અથાગ તપથી બ્રહ્માજી પ્રસન્ન થયાં મહારાજ ભગીરથે બ્રહ્માજીને પોતાના કમંડળમાંથી ગંગાજીને વહાવી પૃથ્વિ લોક પર મોકલી પોતાના પૂર્વજોના મોક્ષ માટે કામના કરી. બ્રહ્માજી એ કહ્યું દેવી ગંગા જ્યારે મારા કમંડળમાંથી પ્રવાહિત થશે ત્યારે એના પ્રચંડ વેગને આ પૃથ્વિ સહી નહીં શકે માટે હે રાજન ભગવાન શિવ ને પ્રસન્ન કરો…

1651912502851

ગંગાજી અવતરણ :-

આમ મહેશ્વર ભગવાનની અંગુઠા પર ઊભાં રહીને એક વર્ષ સુધી તપસ્યા કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને ગંગાજીને કમંડળથી પૃથ્વિ પર વહાવવા બ્રહ્માજીને કહ્યું પણ ગંગાજીને અભિમાન આવ્યું કે મારા પ્રચંડ વેગને આ પૃથ્વીપર ધારણ કરનાર કોઈ નથી, પણ ભગવાન મહાદેવે એમને પોતાની ઝટામાં એવા તો ઘુચવ્યા કે એક વર્ષ સુધી ગંગાજીને આગળ વધવા રસ્તો ન જડ્યો પણ મહારાજ ભગીરથની વિનંતીથી અભિમાન ખંડિત થતા મહાદેવે ગંગાજીને પૃથ્વિ પર પોતાની ઝટામાંથી પ્રવાહિત કર્યા ત્યારથી મહાદેવ ગંગાધર કહેવાયા. શિવજીએ પ્રસન્ન થઈને ગંગાજીને બિંદુસર તરફ વ્હાવ્યા. એ સાત ધારાઓનાં રૂપે પ્રવાહિત થયા. જેમાં હ્રદિની, પાવની , અને નલિની પૂર્વ દિશા તરફ… સુચક્ષુ, સીતા અને અને મહાનદી સિંધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યા.સાતમી ધારા રાજા ભગીરથની અનુગામીની બની.. રાજા ભગીરથ ગંગામાં સ્નાન કર્યા પછી,પવિત્ર બન્યા અને પોતાનાં દિવ્ય રથમાં બેસીને ચાલ્યા, ગંગાજી એમની પાછળ પાછળ ચાલ્યાં. માર્ગમાં અભિગામિનીના જળથી જહૂ મુનિની યજ્ઞશાળા વહી ગઈ આથી ક્રોધિત થઈને મુનીએ સંપૂર્ણ ગંગાજળ પી લીધું.

આથી ચિંતિત સમસ્ત દેવતાઓએ જુહૂમુનિનું પૂજન કર્યું. તથા ગંગાજીને એમની પુત્રી કહીને એની ક્ષમાયાચના કરી. જુહું એ કાનનો માર્ગથી ગંગાજી બહાર વહાવ્યા . ત્યારથી ગંગા જુહૂસુતા જાહ્નવી કહેવાયા,,,રાજા ભગીરથની પાછળ પાછળ ચાલીને ગંગાજી પાતાળ સુધી પહોંચ્યાં. ભગીરથ એમને રસાતલ લઇ ગયાં તથા પિતૃઓની ભસ્મથી સિંચિતકરીને તેમની સદગતી કરી હતી. ગંગાજીના જળથી એ પૃથ્વિમાં જળ ભરાયું જે પૃથ્વિને મહારાજ સગરના 60000 પુત્રોએ ખોદીનાખી હતી, આમ એ વિશાળ જળ રાશીને આપણે સગર પુત્રોના ના નામ પરથી ’સાગર’ કહીએ છીએ. આવા મહાપ્રતાપી ક્ષત્રિયોના જ કુળમાં ઈશ્વર અવતાર ધારણ કરવા ક્ષત્રાણીની કૂખ પસંદ કરે છે.. અને આવા મહારાજ ભગીરથની સોળમી પેઢીએ ’રામ’ અવતરે છે..

આમ ચાર ચાર પેઢીથી અગાધ તપ કરી પૂર્વજોની અસફળતાથી હાર માન્યા વગર હતાશ થયા વગર સખત મહેનત કરી મહારાજ ભગીરથે સફળતા મેળવી , આજે પણ અશક્ય લાગતું કાર્ય પૂર્ણ થતાં એને ભગીરથ કાર્ય કહેવાય છે,, માટે હે મારા દેશના યુવાઓ એ ભગીરથનું લોહી આપડામાં પણ વહે છે, થોડી અસફળતાથી ગભરાશો નહીં, મહેનત સખત પરિશ્રમનું ફળ ક્યારેય વિફળ જતું નથી આજે નહીતો કાલે સફળતા ચોક્કસ મળશે, મહારાજ ભગીરથને તો ચાર પેઢીની મહેનતનું ફળ મળતું હોય તો આપણને પણ ચોક્કસ મળશે.

પૂર્વભૂમિકા :

જ્યારે ભગવાન નારાયણે પાંચમો અવતાર વામન ધર્યો અને વામનમાંથી ત્રણેભુવન માપવા ત્રિવિક્રમનું વિરાટ રૂપ ધારણ કર્યું અને સૌપ્રથમ પૃથ્વીને માપવા પોતાના પગને ઉઠાવ્યો ત્યારે ભગવાનના ચરણ બ્રહ્માજી સુધી પહોંચતા બ્રહ્માજી એ પોતાના કમંડળમાંના દિવ્યજળથી ભગવાનના ચરણ પખાળ્યા અને ચરણામૃતને પાછું પોતાના કમંડળમાં સ્થાપિત કર્યું એ જ ગંગાજી કહેવાયા, આમ ગંગાજી યુગો સુધી બ્રહ્માજીના કમંડલમાં રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.