Abtak Media Google News

૩૨ ઈંચ સુધીના ટીવી, પાવર બેંક જેવી ૧૭ વસ્તુઓ અને ૬ સેવાઓ આજથી સસ્તી થશે

સામાન્ય જનતાને નવા વર્ષની ભેટ આપતા સરકારે આજથી ૨૩ વસ્તુઓ પર જીએસટી ટેકસ ઓછો કર્યો છે.જેમાં સિનેમાટીકીટ, ૩૨ ઈંચ સુધીનું ટીવી અને મોનિટર સ્ક્રીન સહિતની વસ્તુઓ નો સમાવેશ થાય છે.ગૂડસ એન્ડ સર્વીસીઝ ટેકસ (જીએસટી) કાઉસીલે ૨૨ ડિસેમ્બરે થયેલી બેઠકમાં ૨૩ વસ્તુઓ અને સેવાઓ પર ટેકસ ઓછો કરવાનો નિર્ણય લીધો હતો.

ટેલીવીઝન, મોનિટર સ્ક્રીન, પાવર બેક સાથે ફ્રોઝન અને ડબ્બામાં બંધ ખાસ પ્રકારની પ્રોસેસ્ડ શાકભાજીને ટેકસ ફી કરી દેવામાં આવી છે. ગ્રાહકોએ આજથી આ વસ્તુઓની ઓછી કિંમત ચૂકવવાની રહેશે.

ઉલ્લેખનીય છેકે જીએસટી કાઉન્સીલે પોતાની ગત બેઠકમાં આ વસ્તુઓ અને સેવાઓ પર ૨૮ ટકાના દરને ઓછો કર્યો હતો. કેટલીક વસ્તુઓ પર દર ઘટાડીને ૧૮ ટકાથી ઓછો કરી ૧૨ કા કરી દીધો છે જીએસટીની૨૮ ટકાનોસૌથી ઉંચો દર હવે કેટલીક લકઝરી વસ્તુઓ સામાનો, સીમેન્ટ, મોટાટીવી સ્ક્રીન, એરકન્ડીશનર્સ અને ડિશવોશર્સપર જ લાદવામાં આવ્યો છે. કાઉન્સીલે દિવ્યાંગ વ્યકિતઓના કામ આવનારા વાહક સાધનોના સ્પેરપાર્ટસ પર જીએસટી દર ને ૨૮થી ઘટાડી પાંચ ટકા કરી દીધો છે.

માલ પરિવહન વાહનોના થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમીયમ પર જીએસટી દરને ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કરી દેવામાં આવ્યો છે. આ સાથે આરસના પથ્થરો, પ્રાકૃતિક કોર્ક, દાદાની લાકડી, ફલાઈએશથી બનેલી ઈટો વગેરે પર ૫ ટકા જીએસટી લાગશે. આઉપરાંત મ્યુઝીકની બુકસ, વરાળથી ચઢતી શાકભાજી, અને ફોજન બ્રેડેડ અને પ્રોસેસ્ડ ફૂડ ને હવે જીએસટીમાંથી મૂકત રાખવામાં આવ્યુ છે. મહત્વનું છે કે જનધન યોજના અંતર્ગત ખૂલા આધારભૂત બચત ખાતાના ધારકોને પણ હવે બેંકોની સેવાઓ માટે જીએસટી નહી ચૂકવવું પડે.

આ ઉપરાંત ૧૦૦ રૂપીયા સુધીની સિનેમા ટીકીટ પર હવે ૧૮ ટકાની જગ્યાએ ૧૨ ટકા જીએસટી લાગશે ૧૦૦ રૂપીયાથી વધારેની સીનેમા ટીકીટો પર પણ હવે ૨૮ ટકાની જગ્યાએ ૧૮ ટકા જીએસટી લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.