Abtak Media Google News

શકિત અને પરાક્રમના દેવતા તરીકે ભગવાન નૃસિંહની ખાસ કરીને દક્ષિણ ભારતમાં પૂજા થાય છે, ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના લોકો સંકટના સમયે આરાધે છે

ભગવાન નરસિંહની પૂજાવિધિ આશ્ર્ચર્ય પમાડે તેવી સાયંકાળે કરવામાં આવતી વિધી છે

ભકત અને તેની શકિત વિશે એમ કહેવાય છે કે ભગવાન ખુદ પોતાના ભકત અને તેની ભકિતની રક્ષા કરે છે. અને જરૂર પડયે ભગવાન પોતે અવતાર ધારણ કરીને પણ પોતાના ભકતની વહારે આવે છે. આ બાબતનું ભગવાન વિષ્ણુના અનન્ય ભકત પ્રહલાદને તેમના જ પિતા રાજા હિરણ્ય કશ્યપ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. અનેક દુ:ખો સહન કરીને પણ ભકત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભકિત કરતો રહ્યો, પોતાના ભગવાન પરના અથાહ વિશ્ર્વાસને જીવંત રાખવા ભગવાન વિષ્ણુને અવતાર ધારણ કરવા પર મજબુર કર્યા અને તેમણે પ્રહલાદની રક્ષા કાજે ‘નૃસિંહ અવતાર’ ધારણ કર્યો ભગવાન વિષ્ણુના એ જ નૃસિંહ અવતારની આજે જયંતિ છે.

વૈશાખ માસની સુદ ચૌદશના દિવસે પ્રત્યેક વર્ષ નૃસિંહ જયંતિ મનાવાય છે. ભગવાન નૃસિંહ શકિત અને પરાક્રમના દેવતા છે. આજના પાવન દિવસે દેશના દરેક મંદિરોમાં ભગવાન નરસિંહની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ તો દેશના દરેક ભાગમાં ભગવાન નરસિંહને પૂજા થાય છે પણ દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો સંકટ સમયે રક્ષા કરનારા દેવતા તરીકે પૂજે છે. ભગવાન નરસિંહ વિષ્ણુના ચોથા અવતાર તરીકે પુજાય છે.

ભગવાન નૃસિંહની વિશેષ પૂજાવિધી

ભગવાન નરસિંહની પૂજા વિધિ કંઇક વિશેષ હોવાનું મનાય છે. જેમાં સવારે વહેલા ઉઠીને દિનચર્યા પતાવ્યા બાદ બપોરના સમયે તલ, ગૌમૂત્ર, માટી અને આમળાનો શરીર પર માલીશ કરીને શુઘ્ધ જળથી સ્નાન કરી લેવું, પ્રજાના સ્થાનને સાફ કરીને ભગવાન નરસિંહના ચિત્ર સાથે દીવો કરી પ્રસાદ ધરાવીને લાલ ફૂલ અર્પણ કરવું અને ખરા ભાવથી ભગવાન નરસિંહના મંત્રનો જાપ કરવો, આ જાપ વિશેષ કરીને મઘ્યરાત્રિએ કરવાનું શુભ માનવામાં આવે છે. આ વ્રતના દિવસે ફળાહાર કરીને બીજા દિવસે જરુરતમંદોને અન્ન વસ્ત્રનું દાન કરવું અને ત્યારબાદ પારણુ કરવું. આજે ભગવાન નૃસિંહ જયંતિ માટે સંઘ્યા સમયે પૂજાનો શુભ સમય બપોરે 4 કલાક અને 16 મીનીટથી સાંજે 7 વાગ્યાથી 11 મીનીટનો રહેશે.

ભગવાન વિષ્ણુના રૌદ્ર સ્વરૂપ નૃસિંહની પૂજા દુ:ખ, બાધા મહામારીથી બચાવનારું

ભગવાન વિષ્ણુના ચતુર્થ અવતાર  નરસિંહની આરાધનાથી સંકટ, દુ:ખ અને હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી બચાવનારુ નીવડશે, તેથી ઘરના નૈઋત્વ ખુણામાં ભગવાન નરસિંહના ચિત્રની સ્થાપના કરવી, આઘ્યામ્તિકતાનુસાર ઘરની આ દિશા ખરાબ હોવાથી હોસ્પિટલો નો ખર્ચો વધી જાય છે. તેનાથી બચવા ભગવાન નરસિંહનું ચિત્ર લાલ રંગની ફ્રેમમાં લગાવીને પૂર્વ તરફની દિવાલ પર લગાવવાથી લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.