Abtak Media Google News

Table of Contents

14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની સંવિધાનીક સભામાં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી: વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષામાં હિન્દી ચોથા ક્રમે આવે છે

હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં ફિલ્મો, ટીવી ધારાવાહિક સાથે ફિલ્મી ગીતોએ મહત્વનો ભાગ ભજવ્યો છે: મુસ્લિમ સંસ્કૃતિની અસર તળે હિન્દીમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે

1953ની 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર આ દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણાં બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. હિન્દી આપણા દેશમાં સૌથી વધુ લોકો બોલે છે તે આપણી રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી આવ્યો છે. ભારતની પશ્ર્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે બોલાતો શબ્દ હતો. હિંદ અને હિન્દ તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. આ ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. મુસ્લિમ સંસ્કૃતિની અસરતળેમાં તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે. તેના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ઘણી સમાનતા જોવા મળે છે.

ભાષાકુળ જોઈએ તો ઈન્ડો યુરોપિયન, ઈરાનિયન, આર્યન, મધ્યક્ષેત્ર હિંદી, પશ્ર્ચિમી હિંદી, ખડીબોલી સાથે સ્વરૂપોમાં જોઈએ તો સૌરસેની પ્રાકૃત અને તેની અપભ્રંશ જુની હિન્દી છે. બહેરા મુંગા લોકો માટે સંકેતાત્મક હિંદી પણ છે. વિદેશોમાં ગયાના, મોરેશિયસ, ટ્રીનીનાડ જેવા દેશોમાં હિન્દી માન્ય લઘુમતી ભાષા છે. 26 જાન્યુઆરી 1965ના રોજ હિન્દી ને ભારતની રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી.

1 7 1

ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશના લોકો સહિત અંદાજે 90 કરોડથી વધુ લોકો આ ભાષા બોલે છે, અથવા લખે છે. ફિજી, ગયાના, નેપાળ, સુરીનામ અને મોરેશિયસ જેવા દેશોમાં મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે, ત્યાંની હિન્દી આપણી હિન્દી કરતાં થોડી જુદી છે.

ભારત સહિત વિશ્વના 50થી વધુ દેશોમાં થોડા ઘણા ફેરફારો સાથે હિન્દી ભાષા બોલાય છે: હિંદ અને હિન્દ તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે: હિન્દી અને ઉર્દૂ ભગિની ભાષા કહેવાય છે’

દેવનાગરી લિપી હિન્દી છે, શબ્દાવલીના સ્તર પર જોઈએ તો મોટા પ્રમાણમાં સંસ્કૃતનો શબ્દ પ્રયોગ વધુ થાય છે. આ ભાષાની બોલીમાં અવધ, વ્રજ, કનૌજી, બધેલી, બૂંદેલી, ભોજપૂરી, હરિયાણવી, રાજસ્તાની, માળવી, મૈથિલી, કુમાઉ ભાષા પણ એક પ્રકારે હિન્દી જ ભાષા છે. આજે હિન્દી-ફિલ્મી ગીતો ટીવી સીરીયલ્સ બધામાં હિન્દી ટોચના સ્થાને છે.સંસ્કૃતમાંથી ઉત્પન થયેલી ભાષાને ઈન્દો આર્યન ગણાય છે. ઉર્દૂ-કશ્મીરી-બંગાળી-ઉડીયા-પંજાબી-મરાઠી જેવી ભાષાઓ ઈન્ડો આર્યન જ છે. આપણી સૌથી પ્રાચિનભાષા સંસ્કૃત છે. વૈદિક સંસ્કૃતનો ક્રમબધ્ધ વિકાસ એટલે હિન્દી, ભાષા વિકાસમાં બૌદ્ધ, જૈન પ્રાકૃત, મૌર્ય, બ્રાહ્મી, આદી સંસ્કૃત, સિધ્ધ માત્રિકા લિપીનો વિકાસ છે. 993માં લખાયેલ દેવસેનની શવકચર કદાચ હિન્દીનું પહેલું પુસ્તક હશે તેવું મનાય છે.

અપભ્રંશનો અસ્ત થયોને આધુનિક હિન્દીનો વિકાસમાં આમિર ખુસરો, હંસવાલી, કબીરની રચના, અપભ્રશના છેલ્લા મહા કવિ રઘુ, નવલદાસની ભક્ત માલા, બનારસીદાસ, ગુરૂ અર્જુન દેવ, તુલશીદાસ, જારમલે, રામચંદ્ર શુકલા જેવા મહાન લોકોના પ્રયાસો થકી હિન્દી ભાષાનો વિકાસ થયો છે.ભાષાવિદો હિન્દી અને ઉર્દૂને એક ભાષા સમજે છે. હિન્દી દેવનાગરી લિપીમાં લખાય છે. 1965 સુધીમાં હિન્દી સરકારી કામગીરીની ભાષા બની ગઈ હતી. આજે ભલે અંગ્રેજીના પ્રભાવમાં હિન્દી દબાઈ ગઈ હોય તેવું લાગે પણ અંગ્રેજી ભક્તો પણ હિન્દી ફિલ્મો જોવે છે, હિન્દી ગીતો સાંભળે છે. ગાંધીજીએ હિન્દીને એકતાની ભાષા કરી હતી. વિદેશોમાં અભ્યાસક્રમોમાં, યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ થયો છે. જ્યારે આપણા દેશમાં તેની બાદબાકી થતી જાય છે.

1 2 6

રાષ્ટ્રીય હિન્દી દિવસ કે વિશ્વ હિન્દી દિવસ ઉજવણીનો હેતુ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જનજાગૃતિનો છે, અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. આજે હિન્દી રાષ્ટ્રભાષાને 73 વર્ષ થયા છે.

રાષ્ટ્રીય હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ વચ્ચેનો તફાવત

હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસને લઇને ઘણા લોકોમાં અસમંજસ હોય છે. બંનેનો હેતું હિન્દી ભાષાનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર (આજે) ઉજવાય છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ ઉજવાય છે. ભારતની આઝાદી બાદ ભાષાને લઇને મોટો સવાલ હતો કેમકે આપણાં દેશમાં કેટલાય પ્રકારની ભાષાઓ, પ્રાદેશીક ભાષા અને બોલીઓ બોલવામાં આવતી હતી. સર્વાનુમતે નિર્ણય લઇને હિન્દી અને અંગ્રેજીને નવા રાષ્ટ્રની ભાષા પસંદ કરાય હતી.

આ દેશોમાં પણ બોલ-ચાલની ભાષા છે હિન્દી !!

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં અંગ્રેજી પ્રથમ સ્થાને છે જ્યારે બીજા ક્રમે સ્પેનિશ અને મંદારિન જેવી ભાષા બાદ હિન્દીનું સ્થાન છે. હિન્દી ભારત સિવાય નેપાળ, તિબેટ, ફિજી, અમેરિકા, મોરેશિયસ, ફિલીપીંસ, બ્રિટેન, ન્યુઝિલેન્ડ, સિંગાપુર, યુગાન્ડા, જર્મની, દક્ષિણ આફ્રિકા, સુરીનામ, ત્રિનીદાદ, પાકિસ્તાન અને ગયાના જેવા દેશોમાં પણ થોડા-થોડા બદલાવ સાથે બોલાય છે. વિશ્વભરમાં 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે.

વિશ્વની 176 વિશ્વ વિદ્યાલયોમાં હિન્દીનું શિક્ષણ અપાય છે !!

આજે હિન્દી દિવસે આપણી રાષ્ટ્રભાષા વિશે બધા લોકોએ જાણવાની જરૂર છે. વિશ્વની 176 મહાવિદ્યાલયોમાં હિન્દી ભાષાનું શિક્ષણ અપાય છે. આપણાં દેશમાં 70 કરોડથી વધુ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. આજે તો યુ-ટ્યુબ સાથે ગુગલ ઉપર પણ હિન્દી આર્ટીકલ જોવા મળે છે. અમેરીકા જેવા દેશની 45 વિશ્વ વિદ્યાલયોમાં હિન્દી ભણાવાય છે. 2006થી વિશ્વ હિન્દી દિવસ તરીકે પણ ઉજવણી થાય છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ચોથા ક્રમે હિન્દી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.