Abtak Media Google News

તામીલનાડુના વતની ૧૫ વર્ષની ઉંમરનાં આકાશ મનોજ નામનાં બાળકો લ્યે તેવું એક યંત્ર (ચીપ) શોધ્યુ છે. ૧૩ વર્ષની ઉંમરે બેંડલોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબે્રેરીમાં મેડીકલ સાયન્સનાં જર્નલ વાંચવા માટે જતા આકાશને આવા યંત્રની જરુરીયાત ત્યારે વર્તાઇ જ્યારે એક દિવસ તેના વહાલા દાદાજી હાર્ટ એટેકનાં કારણે અચાનક આફાનિ દુનિયાને અલવિદા કરી ગયા. આ રીતે સાવ અચાનક આવતા હાર્ટ એટેકને કારણે વિશ્ર્વભરમાં દર વર્ષે  લાખો લોકોનાં મૃત્યુ થાય છે.

મેડીકલ સાયન્સમાં જર્નલનાં અભ્યાસ આકાશે આ દિશામાં સંશોધન કરવા પોતાના વહાલા દાદાને નિમિત બનાવ્યા. હાર્ટ એટેકનાં બાહ્ય લક્ષણો જેવા કે છાતીમાં દુ:ખાવો થાય, ડાબા હાથમાં દુ:ખાવો થાય, શ્ર્વાસ લેવામાં તકલીફ અનુભવાય, વગેરેને કારણે સજાગ માણસને આવનારા હાર્ટ એટેકનાં અણસાર  આવી જાય અને તત્કાલ સારવાર મેળવી લેવાથી માણસ બચી જાય. પરંતુ ઘણીવાર સાયલન્ટ હાર્ટ એટેકમાં આવ લક્ષણો માણસ અનુભવી શકતો નથી.

આકાશે આ દિશામાં સંશોધન શરુ કર્યુ. તેનો ગોલ હતો કે સામાન્યમાં સામાન્ય માણસ પણ આ સાધાનનો ઉપયોગ સરળતાથી કરી શકે એથી છેવાડાનાં ગામડામાં વસતો માણસ પણ તેનું અમૂલ્ય જીવન બચાવી શકે. દિવસ-રાતની મહેનત પછી આકાશે એક ચીપ તૈયાર કરી. આ ચીપ હાથનાં કાંડા ઉપર કે કાનની બૂટ ઉપર લગાડી શકાય તેવડી નાની હતી. ચીપમાં રહેલા પોઝીટીવ ઇલેક્ટ્રીકલ તરંગો હદ્યમાંથી ઉત્પન થતા FABP 3- પ્રોટીન નામના નેગેટીવ પ્રોટીનને પોતાના તરફ ખેંચે. જ્યારે નેગેટીવ પ્રોટીનની માત્રા વધી જાય ત્યારે તે પેલી ચીપનાં માધ્યમથી જાણ થઇ જાય. આવી જાણ થયા પછી વધુમાં વધુ ૬ કલાકમાં વ્યક્તિને યોગ્ય સારવાર મળી જાય તો વ્યક્તિનું જીવન બચાવી શકાય છે.

જો કે હાલમાં આ ચીપ અંગે વધુ ઉંડાણ પૂર્વકનું સંશોધનની નિષ્ણાંતો દ્વારા ચાલી રહ્યું છે. માત્ર ૯૦૦ રુપિયામાં તૈયાર થનાર આ ચીપનું મોટે પાયે ઉત્પાદન કરવામાં આવશે ત્યારે કદાચ આનાથી પણ ઓછી કિંમતે તે માર્કેટમાં ઉપલબ્ધ બનશે. વિશ્ર્વનાં ખ્યાતનામ વિજ્ઞાનિકો ભારતનાં આ ૧૫ વર્ષનાં આકાશને માનવી દ્રષ્ટિથી જોવા લાગ્યા છે અને આ ચીપમાં રસ લઇ રહ્યાં છે. જે ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.