Abtak Media Google News

વિરોધ પ્રદર્શનને જોતા ઇલાવંકુલમાં કલમમાં ૧૪૪ લાગુ કરવામાં આવી: ચારથી વધારે વ્યકિતઓના ભેગા થવા પર પ્રતિબંધ

ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આજે ર૪ કલાક માટે સબરીમાલા મંદીરના દ્વાર ખુલ્લી રહ્યા છે. ભગવાન અયપ્પાના મંદિરના દ્વાર આજે એક વિશેષ પૂજા માટે ખુલ્લા મુકાશે આ અવસર પર કોઇપણ પ્રકારની ગેરરીતીથી બચવા પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. સમગ્ર વિસ્તારમાં ૧પ૦૦  થી પણ વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવાયા છે.

Advertisement

પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૩૦૦ પર્સનલ જેમાં કમાન્ડો ટીમના ર૦ મેજર અને ૧૦૦ મહીલા પોલીસ તૈનાત કરી દેવાઇ છે શાંતિપૂર્વક દર્શનનો લાભ મળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટના આદેશ છતાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટના આદેશ છતાં ગત મહીને ઘણા હિંસક પ્રદર્શન થયા હતા. તે જોતા પ્રશાસને ૪ થી ૬ નવેમ્બર સુધી સન્ની ધનમ, પંબા, નિલાકકલ અને ઇલાવંકુલમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ફિલહીલ દર્શન માટે શ્રઘ્ધાળુઓનું આગમન શરુ થઇ ગયું છે.

મળતી માહીતી પ્રમાણે ગત મહીને મંદીર કરબા અને અન્ય સ્થાનો પર ૧૬ થી રર ઓકટોબર અને સોમવાર સવાર સુધી વિરોધ પ્રદર્શન કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેનો આંકડો ૩૫૦૫ થઇ ગયો છે.

આ સાથે વિવિધ પોલીસ સ્ટેશનના ૫૨૯ એફઆઇઆર દાખલ કરાઇ છે. મંદીર આજે ખુલશે અને ત્યારબાદ ૧૬ નવેમ્બરે લગભગ ર મહિના માટે ખુલશે.

મહત્વનું છે કે વિવાદીત સબરીમાલા મંદીરમાં મીડીયા પર્સનને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

પ્રશાસનના જણાવ્યા પ્રમાણે સિકયુરીટી એરેન્જમેન્ટ પુરુ થઇ જશે ત્યારબાદ સબરીમાલામાં મીડીયાને પ્રવેશ અપાશે. ઉલ્લેખનીય છે કે ગત પુજા સમયે પ્રદર્શનકારીઓ દ્વારા હુમલામાં એક મીડીયા કર્મીને ઇજા પહોંચી હતી.

સબરીમાલા પરિસરમાં સિકયોરીટીને કારણે પન્ડાલમ રોયલ પરિવાર ખુબ જ દુ:ખી છે. તેમના જણાવ્યા પ્રમાણે દેવતાના દર્શન માટે પણ હવે પોલીસની જરુર પડી રહી છે તે ખુબ જ દુ:ખદ છે.ઉલ્લેખનીય છે કે ઇલુવાંગલમાં ચારથી વધારે લોકો ભેગા થાય તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે શ્રઘ્ધાળુઓને માત્ર બપોર પછી જ ઉ૫રના રસ્તે જવાની મંજુરી અપાશે. મંદિરના દ્વાર સાંજે પાંચ વાગ્યે ખુલશે અને મંગળવારે રાતે ૧૦ વાગ્યે બંધ થશે. પાંબા આધાર શિબિરથી મંદીર જવાના રસ્તે અને મંદીરના ગર્ભગૃહ સુધીના વિસ્તારમાં કોઇને પણ જવાની મંજુરી મળી નથી. સુપ્રિમનો હુકમ છતાં સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને લઇ વિવાદે જોર પકડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.