Abtak Media Google News

ભાલછેલની સીમમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દારૂ બિયરનો જથ્થાને ઝડપતા એસ.પી. દ્વારા કાર્યવાહી

મેંદરડા તાલુકાના ભાલછેલમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પાડેલા દારૂ બીયરના જથ્થા મામલે ફરજમાં બેદરકારી બદલ મેંદરડાના પીએસઆઈ તથા એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેંદરડા તાલુકાના ભાલછેલની સીમમા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી ભાલછેલના સરપંચની વાડીમાંથી રૂ. ૨૧.૪૯ લાખની કિમંતનો દારૂ બીયરનો જથ્થો ઝડપી કુલ રૂ.૩૨.૪૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.સ્થાનિક પોલીસની જાણ બહાર થયેલા આ દરોડાથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ મેદરડાના પીએસઆઈ કે.એમ. ગઢવી તથા એએસઆ, જે.કે. હેરભાને સસ્પેન્ડ કરવા હુકમ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડના પગલે પોલીસ બેડામાં ચર્ચા વ્યાપી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.