Abtak Media Google News

જૂની દુનિયાના અને નવી દુનિયાના એમ બે વર્ગોમાં વાંદરાઓના જૂથ પડે છે: સાવ નાના કદના પિગ્મી માર્મોસેટ અને મોટા કદાવર મેન્ડ્રીલ વાનર જે ચારેય પગે ચાલી શકે છે: મોટા ભાગના વાંદરાઓને પૂંછડી જોવા મળે છે

આજે વિશ્વમાં તેની ઘણી પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે જેમાં ઇન્ટ્રી, રોલેવ, ચિમ્પાન્ઝી જેવા વાનરોનો સમાવેશ થાય છે: જુની પ્રજાતિ આફ્રિકા અને એશીયામાં અને નવી પ્રજાતિઓ દક્ષિણ અમેરીકામાં રહે છે: તેનું દિમાગ પાવરફૂલ હોય છે, તેનો આઇક્યુ 147 સુધી જઇ શકે છે

આજે વિશ્વ વાનર દિવસ, આપણી ઉત્પતી વાનરમાંથી જ થઇ છે. માણસના પૂર્વજો વાનરો હતા, પૂર્વજોને પણ પૂંછડી હતી જે કાળક્રમે વિકાસ થતાં ધીરેધીરે ખત્મ થઇ ગઇ હતી. સંશોધનકારો જણાવે છે કે 25 કરોડ વર્ષ પહેલા પાણીમાં રહેતા લગભગ 95 ટકા અને જમીન પર રહેતા 70 ટકા જીવોનો અચાનક નાશ થઇ ગયો હતો, આ પછી ડાયનોસોર જેવા જીવો અસ્તિત્વ થયોને બાદમાં એ ખતમ થઇ જતાં સ્તનધારી જીવોનો જન્મ થયો હતો. ધરતી પર જીવન શરૂ થયાના એક લાખ વર્ષ સુધી એવા જીવો પેદા જ ન થયા જેને વધુ ઓક્સિજનની જરૂર પડે. આશરે બે લાખ વર્ષ પછી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થતા ધરતી પરના અનેક બેક્ટેરીયા નાશ પામ્યા હતાં.

આજનો દિવસનો મુખ્ય હેતું વાંદરાઓ અને પ્રાઇમેટ્સની વિવિધ પ્રજાતિઓ અને તેના સંરક્ષણ મુદ્ા વિશે જાગૃતિ લાવવાનો છે. સમગ્ર આફ્રિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરીકા અને એશિયામાં વાંદરાઓની લગભગ 260 પ્રજાતિઓ આજે જોવા મળે છે. આફ્રિકામાં ઇસ્ટર્ન લોલેન્ડ ગોરીલા જેવી ભયંકર પ્રજાતિઓ વિશે પણ જાગૃત કરવા આજનો દિવસ મહત્વનો ગણાય છે. વર્ષ 2000થી આ વિશ્વ વાનર દિવસ ઉજવાય છે. વિશ્વભરનાં તમામ દેશોમાં ઉજવણી થાય છે.

વાંદરો એક મેરૂદંડધારી સસ્તન પ્રાણી છે. બાળકોનો સૌથી પ્યારો મંકી મોટા કુદકા મારી તથા હાથ વડે લટકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તેમનું નિવાસસ્થાન ઝાડ અને ઘરનાં છાપરા મુખ્ય છે. તેનો ખોરાક પાન, ફળ, ફૂલ વિગેરે છે. તેના હાથની હથેળી તેમજ પગના તળીયાંના ભાગ સિવાય સમગ્ર શરીર ઉપર સંપૂર્ણ વાળથી ઢંકાયેલ હોય છે. લાંબી પૂંછડી તેના આકર્ષણમાં વધારો કરે છે. વાંદરો પોતાના હાથ વડે લટકીને પગ વડે કુદકો મારીને એક ઝાડથી બીજા ઝાડ પર જઇ શકે છે. વાંદરો સંબંધ વધારવા માટે એકબીજાને મદદ કરતાં હોય છે. જેમ કે એકબીજાના માથામાંથી જુ કાઢવી.

વાંદરાઓ આ વિશ્વમાં 50 મિલિયન વર્ષોથી નિવાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને એનાર્કટીકા સિવાય પૃથ્વી પર બધે જ વાંદરાઓ જોવા મળે છે. દિવસના ભાગે તે સતત વ્યસ્ત હોવાથી સ્ફૂર્તિલા જોવા મળે છે ને રાત્રે નિરાંતે આરામ ફરમાવે છે. વાંદરાની સૌથી મોટી પ્રજાતિ 1 મીટર લાંબીને 46 કિલો વજન ધરાવતી મેડીલ પ્રજાતિ છે. વાંદરાઓ હમેંશા જૂથમાં રહેવાનું પસંદ કરે છે. વાંદરાનું દિમાગ એકદમ તેજ હોવાથી તે માણસની જેમ કામ કરવા સક્ષમ હોય છે.

ચારે પગે ચાલી શકનાર આ વાંદરાની વિશ્વમાં સૌથી નાનીપ્રજાતિ પિગ્મી માર્મોસેટ છે. મોટાભાગના વાંદરાઓને પૂંછડી જોવા મળે છે. જો કે અમૂક પ્રજાતિને પૂંછડી હોતી નથી. આપણા સમાપણમાં રામસેતામાં વાનરોની આખી ફોજ હનુમાનજીની આગેવાનીમાં દરિયામાં પુલ બનાવવાની વાત આપણાં શાસ્ત્રોમાં છે. વાંદરાઓને નાનપણથી તાલિમબધ્ધ કરાય તો તે ઘણા કામ કરી શકે છે. આજે વિશ્વમાં તેની ઇન્ટ્રી, રોલેવ, ચિમ્પાન્ઝી જેવા વાનરોની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે. છેલ્લા બે દશકામાં નવી દુનિયાના નવા વાંદરાઓની કુલ 100થી વધુ પ્રજાતિઓ વિકસાવાય છે. તેનો આઇક્યુ 147 સુધી જઇ શકે છે.

એક ચોંકાવનારી વાતમાં વાંદરાઓનું મગજ ચીન, દક્ષિણ એશિયા અને આફ્રિકા જેવા દેશોમાં ખાવાની એક વાનગી છે. ચીનનાં ઘણા ભાગોમાં તેને કાચુ પણ ખાવામાં આવે છે. આપણે જ્યારે તેને ખડવાનો પ્રયાસ કરીએ ત્યારે તેને ગમતું ન હોવાથી તે ગુસ્સે થઇ જાય છે. તેનો અવાજ ખૂબ જ તીક્ષ્ણ હોય છે જે ત્રણ માઇલ સુધી સંભળાય છે. જો આપણે તેને ખોરાક આપીએ તો એ લેવા આપે છે અને લઇને દૂર બેસીને ખાય છે. વાંદરાઓ લગભગ 50 મિલિયનથી વસવાટ કરી રહ્યાં છે.

જૂના વાંદરાની પ્રજાતિમાં તેના ગાલમાં એવી રચના હતી કે તે ખોરાકને પોતાના ગાલની બન્ને સાઇડ ભરી લેતા અને જ્યારે ભૂખ લાગે ત્યારે નિરાંતે ખાતા હતા, જો કે આજના વાંદરાઓમાં આ જોવા મળતું નથી. તેના સમૂહને ટુકડી કહેવાય છે અને તેનો એક લીડર હોય છે જે તેના જૂથને અન્ય જૂથના આક્રમણો કે શિકારીથી બચાવે છે. વાંદરાના હાથની હથેળીની રચના એવી હોય છે કે તે ગમે તે વસ્તુંને ફીટ પકડી શકે છે. તાલીમબધ્ધ વાંદરાઓ માણસ કરતાં પણ શ્રેષ્ઠ કાર્ય કરે છે. જેનું ઉદાહરણ જાપાનની એક હોટલમાં જોવા મળે છે જ્યાં વેઇટર તરીકે સુંદર કાર્ય કરે છે.

વાંદરા અને આપણા ડિએનએ 98 ટકા મળતા આવે છે, શરીર રચના પણ મહદ્અંશે એક સરખી જોવા મળે છે. તેને પણ માણસની જેમ ઘડપણમાં ટાલ પડતી જોવા મળે છે. વાંદરાઓ લેખિત સંખ્યા સમજી શકે છે અને ગણતરી પણ કરી શકે છે, તેઓ અંક ગણિત બહું સારી રીતે સમજી શકે છે. તેનો ગર્ભાવસ્થાનો ગાળો 164 દિવસનો હોય છે. માણસની જેમ તેની ફિંગર પ્રિન્ટ પણ અલગ-અલગ જોવા મળે છે. આ દુનિયામાં સૌથી નાના વાંદરા માત્ર 5 ઇંચના હોય છે. જેને મેડ્રિલ કહે છે. એમોઝોનના જંગલોમાં લાલ ચહેરાવાળા વાંદરાઓ આદિમાનવ જેવા લાગે છે. આંખ, નાક, મોંઢુ, કાન, માથુ, ગળું, હાથ-પગ, આંગણીઓ વિગેરે આપણે જોઇએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તે માનવ શરીર રચનાની કેટલી નજીક છે. તેની કરોડરજ્જુનો આગલો ભાગ પૂંછડીના રૂપમાં વિકસીત થતો જોવા મળે છે.

વિશ્વના સૌથી મોટા વાંદરાઓ ‘ચિમ્પાન્ઝી’ !

આફ્રિકાના સ્થાનિક લોકોની ભાષામાં લુબા જાતી “ચિમ્પાન્ઝી” અર્થ માનવ જેવો થાય છે. ચિમ્પાન્ઝી અને માનવીઓના ઉત્ક્રાંતિના માર્ગો 6 મિલિયન વર્ષો પહેલા અલગ થઇ ગયા હતા અને આજે તે એન્થ્રોપોઇડ પ્રાઇમેટ્સની જીનસનો સૌથી તેજસ્વી અને સૌથી અદ્ભૂત પ્રતિનિધી છે. ચિમ્પાન્ઝી, મનુષ્યોની જેમ રક્ત પ્રકારો અને વ્યક્તિગત ફિંગર પ્રિન્ટ્સ ધરાવે છે. ચિમ્પાન્ઝી મોટા વાનરોની જાતિના છે અને તે ગોરીલા અને ઓરંગુટાનના સંબંધીઓ છે. સામાન્ય અને બોનોબો ચિમ્પાન્ઝીના બે પ્રકાર હોય છે. આ પ્રજાતિ વાંદરાઓની એકમાત્ર પ્રજાતિ છે જે આપણી જેમ લાલ હોઠ ધરાવે છે.

ઓસ્ટ્રેલિયા અને એટાર્કટીકા સિવાય આખી દુનિયામાં વાંદરાનું અસ્તિત્વ

વિશ્વમાં વાંદરાની વિવિધ 264 પ્રજાતિઓ જોવા મળે છે. દુનિયામાં ઓસ્ટ્રેલિયા અને એટાર્કટીકા સિવાય બધે જ વાંદરાનું અસ્તિત્વ જોવા મળે છે. બાળકોની વાર્તામાં વાંદરો એક મહત્વનું પાત્ર જોવા મળે છે. તેમનું આયુષ્ય અંદાજે 20 થી 25 વર્ષ ગણી શકાય, તેનું વજન 15 થી 20 કિલો જેવું હોય છે. તેનો સંવનનકાળ ઉનાળો ગણાય છે અને માદા વાનર શિયાળામાં બચ્ચાને જન્મ આપે છે. તેનું મુખ્ય રહેઠાણ આછું જંગલ અને માનવ વસ્તીની નજીક ઝાડીવાળો વિસ્તાર હોય છે. સૌ પ્રથમવાર અવકાશયાત્રામાં પણ વાનરને મોકલાયા હતા. તે પાણીમાં સારી રીતે તરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.