Abtak Media Google News

રાઇટ બંધુની યાદમાં 1963થી આ દિવસની ઉજવણી થાય છે: પ્રથમ ઉડાન 12 સેક્ધડ અને 120 ફૂટ ઉંચે ભરી હતી

અગાઉ થયેલા નાના મોટા સંશોધનમાંથી પ્રેરણા લઇને રાઇટ બંધુએ એરોનોટિક્સ માટે માર્ગ ખુલ્લો કર્યો હતો

આપણાં પ્રાચિન ગ્ંરથોમાં હજ્જારો વર્ષો પહેલા સ્વયં-સંચાલિત વિમાન પુષ્પક વિમાનની વાતોનો ઉલ્લેખ છે પણ વિશ્વમાં આજના દિવસે 1903માં એક ઘટના બની જેમાં એરક્રાફ્ટ કંટ્રોલ સાથે 12 સેક્ધડ સુધી 120 ફૂટ ઉંચે ઉડાન ભરી હતી. જેને એરોનોટિક્સ દુનિયાનો માર્ગ મોકળો કર્યો હતો. આ ઘટના બાદ માણસ પણ પક્ષીની શૈલીની જેમ હવામાં ઉડવા માટે સક્ષમ બન્યો હતો. આ શોધનો સંપૂર્ણ જશ અમેરિકાના ઓરવિલ અને વિલબર નામના રાઇટ બ્રધર્સને ફાળે જાય છે.

1963માં અમેરિકન સરકારે રાઇટ બ્રધર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. રાઇટ બ્રધર્સના દાવાને પડકારતા ઘણા સંશોધનકારોએ પોતે કરેલ મહેનતની વાતો કરી હતી પણ હવા કરતાં ભારે સંચાલિત ફ્લાઇટ પૂર્ણ કરનાર રાઇટ બ્રધર્સ દુનિયાના પ્રથમ બેલડી હતાં. રાઇટ ફ્લાયર પ્રથમ એરક્રાફ્ટ હતું જેને યુ.એસ.માં પેટન્ટ કરવામાં આવેલ હતું. રાઇટ બંધુએ 20મી સદીના પ્રારંભ તબક્કે ઘણા પરિક્ષણ કર્યા બાદ તેને સફળતા મળી હતી. તેમના જન્મ સ્થળ ઓહિયામાં 5 ઓક્ટોબર-2011ના રોજ તેની પ્રથમ ઉડાનની ઉજવણીની યાદમાં સ્મારક નિર્માણ કરેલ હતું. આજે તેની 111મી સિધ્ધીનો દિવસ છે.

રાઇટ બંધુ દિવસ સાથે પેન અમેરિકન એવિએશન ડે સાથે આવતો હોવાથી તેને રાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ પણ કહેવાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.