Abtak Media Google News

તા. ૧૮.૧.૨૦૨૪ ગુરુવાર, સંવંત ૨૦૮૦, પોષ સુદ આઠમ, અશ્વિની નક્ષત્ર, સિદ્ધ યોગ, વિષ્ટિ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે

મેષ (અ, લ, ઈ): અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

વૃષભ (બ, વ, ઉ): તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક, છ, ઘ): કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ, હ): નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

સિંહ (મ, ટ): તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ, ઠ, ણ): અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર, ત): દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય): કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ન આવી શકો, કેટલીક બાબત છોડી ન શકો.

ધન (ધ, ભ, ફ, ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ, જ): નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદમાં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ, સ, શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ, ચ, ઝ, થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકોને પ્રભાવિત કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.