Abtak Media Google News

તા. ૨.૮.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ એકમ, શ્રવણ નક્ષત્ર, આયુષ્ય યોગ, બાલવ કરણ આજે રાત્રે ૧૧.૨૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ, જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ) : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ.

તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયક દિવસ.

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

તું ભી તો કભી મુજ કો મનાને કે લિયે આ

હાલમાં ગ્રહોના રાજા સૂર્ય મહારાજ કર્ક રાશિમાં થી પસાર થઇ રહ્યા છે અને ૧૭ ઓગષ્ટના પોતાની રાશિ સિંહ માં પ્રવેશ કરશે જેથી શનિ અને સૂર્ય પ્રતિયુતિમાં આવશે જેથી ઘણા દેશ પ્રદેશમાં આંતરવિગ્રહની સ્થિતિ અને પ્રજામાં કલેશ જોવા મળે જેની અસર ધીમે ધીમે જોવા મળી રહી છે તો પ્રણયની રાશિ સિંહમાં જ હાલમાં મંગળ બુધ વક્રી શુક્ર સાથે છે જે સંબંધોમાં નવા આયામ દર્શાવે છે વળી વક્રી શનિની દ્રષ્ટિમાં આ ગ્રહો હોવા થી હાલમાં લાગણીના સબંધોના પ્રશ્નો પેચીદા બનતા જોવા મળે અને અગાઉ ક્યારેય ના વિચાર્યા હોય તેવા પ્રશ્નો ખડા થતા જોવા મળે જેમાં સમાજ પર વિપરીત અસર થતી જોવા મળે તો હાલમાં અગાઉ લખ્યા મુજબ હાઈ પ્રોફાઈલ લગ્ન વિચ્છેદ કે સબંધ વિચ્છેદ પણ જોવા મળે. યુવા પેઢીને બ્રેક અપ શબ્દ કોઠે પડતો જાય છે અને ક્યાંક એવું પણ લાગે કે આ રીતે બ્રેકઅપ કરવું એ ટ્રેન્ડ થતો જાય છે!! મારી પાસે આવતા કેઈસીસમાં હમણાં ઘણા કેઈસમાં હું વારંવાર જોઉં છું કે બ્રેકઅપ પછી ફરી એ પાત્ર સાથે વાતચીત ચાલુ થાય છે અને ફરી જોડાવું ફરી બ્રેકઅપ એવી અસમંજસની સ્થિતિ નિર્માણ થાય છે! રીસામણા મનામણાંની આ સ્થિતિમાં ફરાઝ કહે છે-” કુછ તો મેરે પિંદાર -એ-મુહોબ્બતકે ભરમ રખ, તું ભી તો કભી મુજ કો મનાને કે લિયે આ”….

– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.