Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

તમારે અનેક કાર્યોનો સામનો કરવો પડશે. ખર્ચ આવક કરતા વધારે હોઈ શકે છે, પરંતુ ફક્ત જરૂરી કામોમાં ખર્ચ કરશો. નજીકના સમયમાં તમને નાણાંનો લાભ થશે. લવ લાઈફ માટે સમય અનુકૂળ છે અને જીવનસાથી તમારા બધા કામમાં સહકાર આપશે. આજે તમે શાંત દિવસ પસાર કરશો. મકાન, ગાડી વગેરેને લગતા કાગળ સાચવીને રાખો. કલ્પનાઓ કરવાની સાથે-સાથે તેને હકીકતમાં પણ બદલવાની કોશિશ કરો. તણાવ રહે તો મોટિવેશનલ પ્રોગ્રામ તમારા માટે લાભદાયી રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):

તમારા માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. તમે કાર્યો પ્રત્યે બહુ ગંભીર નહીં રહો, તેમ છતાં તમે જે કાર્ય કરો છો તેમાં નિશ્ચિત સફળતા મળશે. કોઈને પણ આપેલા વચન સમયસર પૂરા કરવામાં અસમર્થ રહેશો. નાણાકીય રીતે આજનો દિવસ ઓછો નફાકારક રહેશે. આજે તમારા માટે પ્રગતિનો દિવસ છે. કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે એટલે સફળ થશો, તેના પરિણામ ચોક્કસપણે નાણાકીય લાભોના રૂપમાં મળશે.

મિથુન રાશિફળ (Gemini):

આ દિવસે તમારી પોતાની ભૂલથી નુકસાન પહોંચાડી શકો છો. તમારા નિર્ણયને વળગી નહીં રહો તો જાહેર ક્ષેત્રમાં અથવા પરિવારમાં ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પરનો મોટાભાગનો સમય અવ્યવસ્થિત કાર્યોને સુધારવામાં ખર્ચવામાં આવશે. નોકરી કરતા લોકોને વધારે કામ મળતા થોડી અગવડતા રહી શકે છે, પરંતુ બપોર સુધીમાં મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક રહેશે, છતાં પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો.

કર્ક રાશિફળ (Cancer):

આજનો દિવસ તમારા માટે વિપરિત પરિસ્થિતિવાળો હોઈ શકે છે. તમે જે પણ કાર્ય કરો છો તેની સફળતા શંકાસ્પદ રહેશે, પરંતુ તમને લાભ થતો રહેશે. પરિવારના સભ્યો તમારો મૂડ સમજી શકશે, જેના કારણે પરસ્પર સુમેળ રહેશે. ધાર્મિક ક્ષેત્રની યાત્રા પણ બનશે. આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ધંધામાં કોઈ ડીલ રદ થવાની અથવા અન્ય કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો થાય તેવી સંભાવના છે.

સિંહ રાશિફળ (Leo):

આજે સિદ્ધિનો દિવસ રહેશે. દિવસની શરૂઆતથી કોઈપણ કાર્ય પૂર્ણ કરવા ઉતાવળ રહેશે. વેપારી વર્ગને આજે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. તમે મિત્રો અને પ્રિયજનોને તમારા ઘરે આમંત્રિત કરી શકો છો અને તેમની સાથે વાત કરવા માટે સારો સમય આપી શકો છો. આ દિવસે તમારો નિત્યક્રમ થોડો અશાંત રહી શકે છે. તમારે કોઈ ખર્ચાળ કામ કરવા પડશે, જે પારિવારિક સુખ અને શાંતિ માટે જરૂરી રહેશે, પરંતુ બજેટ બગડવાનો ભય છે.

કન્યા રાશિફળ (Virgo):

મોટાભાગે તમે તમારા પોતાનામાં વ્યસ્ત રહેશો, પરંતુ થોડી આળસ કર્યા પછી તમે તમારું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરી શકશો. કોઈ ખાસ વસ્તુના ખોવાઇ જવા કે ચોરી થવાની સ્થિતિ બની રહી છે. તમારી વસ્તુઓની જાતે જ દેખરેખ કરો. ભાઈ-બહેનો સાથે સંબંધોને ખરાબ થવાથી બચાવો. નકારાત્મક વાતોને સંબંધો વચ્ચે લાવવા યોગ્ય નથી. આજે તમે જાહેર કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો.

તુલા રાશિફળ (Libra):

આજે તમારી અંદર વધુ ચંચળતા રહેશે. જો મન કોઈ એક નિર્ણયને વળગી નહીં રહે તો લાભની તકો ખોવાઈ શકે છે. આજે તમે ઝડપથી કોઈ પર વિશ્વાસ નહીં કરો. શંકા રાખતા ઘરના સભ્યો સાથે બગાડી શકો છો. આજે એકાગ્રતા રહેશે નહીં. આર્થિક લાભ સાંજના આસપાસ થશે. છેલ્લાં થોડા દિવસોથી જે કાર્ય પ્રત્યે તમે આકરી મહેનત કરી રહ્યા હતાં, આજે તેનું ફળ આશા કરતા વધારે પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના બધા જ સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરી લો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

તમારા પરિવારની પ્રતિષ્ઠા વધારવા બદલ તમારા પરિવારના સભ્યોને તમારા પર ગર્વ થશે. પરંતુ ઘરના કાર્યોમાં આળસ રાખતા થોડા સમય માટે વાતાવરણ બગડશે. બપોર સુધીનો સમય વ્યસ્ત રહેશે. યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. નવા લોકોને ઓળખીને તમે તમારા માટે પણ નવી તકો ઊભી કરી શકશો. તમારો આત્મવિશ્વાસ વધતો જણાય, પરંતુ તેને ઘમંડમાં ન ફેરવો. તમારામાં વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તમે ઓછી મહેનત કરી શકો છો જેનાથી નુકસાન થશે.

ધન રાશિફળ (Sagittarius):

પૈસા સંબંધિત કામમાં સાવચેત રહો, નહીં તો નુકસાન થઈ શકે છે. સાથીઓ ઓફિસમાં સહયોગ ઘટાડશે, જેના કારણે તમારું મન પરેશાન થઈ શકે છે. આ સમયે ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. ઘરના મોટા સભ્યોની સલાહ ઉપર ધ્યાન આપો અને અમલ પણ કરો. આવું કરવાથી તમારા માટે સારું રહેશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે તથા લીધેલાં નિર્ણય પણ સફળ રહેશે.

મકર રાશિફળ (Capricorn):

કોઈની સાથે ઝઘડો ના થાય તેની સંપૂર્ણ કાળજી લો. જો તમે તમારા વિચારો પર નકારાત્મક બાબતોની અસર વધુ અનુભવો છો તો પણ તમે તમારી ઇચ્છાશક્તિને જાળવી રાખવાનો પ્રયાસ કરશો. વર્તમાન સમયમાં તમે દરેક બાબતમાં મુશ્કેલી અનુભવતા રહેશો. અટકેલી બાબતોને આગળ વધવાનો રસ્તો શોધવામાં વધુ સમય લાગી શકે છે. વર્તમાન સાથે જોડાયેલી એક વાત ધ્યાનમાં રાખવી પડશે. દરેક કાર્ય પૂર્ણ કરવા માટે સખત મહેનત કરો.

કુંભ રાશિફળ (Aquarius):

આજે કોઈપણ વ્યક્તિ કે જે તમારી પાસે થોડી આશા લઈને આવ્યો છે તે ખાલી હાથે નહીં જાય. કોઈ ખાસ વસ્તુના ખોવાઇ જવા કે ચોરી થવાની સ્થિતિ બની રહી છે. તમારી વસ્તુઓની જાતે જ દેખરેખ કરો. ભાઈ-બહેનો સાથે સંબંધોને ખરાબ થવાથી બચાવો. નકારાત્મક વાતોને સંબંધો વચ્ચે લાવવા યોગ્ય નથી.

મીન રાશિફળ (Pisces):

આજે કાર્યક્ષેત્રમાં ધંધો કંઈ ખાસ રહેશે નહીં, છતાં આત્મસંતોષની લાગણીને કારણે મન પરેશાન નહીં થાય. આ દિવસે તમારે તમારા વડીલોના આદેશોનું પાલન કરવું પડશે. સ્પર્ધકો તમારી આગળ ઊભા રહી શકશે નહીં. ઘરના મોટા સભ્યોની સલાહ ઉપર ધ્યાન આપો અને અમલ પણ કરો. આવું કરવાથી તમારા માટે સારું રહેશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે તથા લીધેલાં નિર્ણય પણ સફળ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.