Abtak Media Google News

તા. ૪.૧૧.૨૦૨૩ શનિવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ સાતમ, પુનર્વસુ  નક્ષત્ર, સાધ્ય યોગ,વિષ્ટિ  કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ)  : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ   રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક  કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.

તુલા (ર,ત)  અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે  મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

–ગ્લોબલ બોઇલિંગ માનવજાત માટે જોખમી છે

અત્રે લખ્યા મુજબ ડ્રગ્સ લેવાના નવા નવા રસ્તાઓ સામે આવે અને નવા નવા સોર્સથી ડ્રગ્સ પ્રવેશતું જોવા મળે તે મુજબ સાપના જહેરમાં થી ડ્રગ્સ લેવાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે અને ઘણા નામી વ્યક્તિઓ તેમાં સંડોવાયેલા છે  જેમાં એલવીશ યાદવ સર્પ માટે વિષ બનતા જોવા મળ્યો છે વળી સર્પની આ પ્રકારે કનડગત કે હત્યા યોગ્ય નથી જ નથી!! તો બીજી તરફ બે ગ્રહણ અને ગોચર ગ્રહોની અસર નીચે દિલ્હી સહિત અનેક જગ્યાએ પ્રદુષણ ખુબ જ વધ્યું છે અને અગાઉ અત્રે લખ્યા મુજબ ગ્લોબલ વૉર્મિંગ ને બદલે વિજ્ઞાન પૃથ્વી માટે ગ્લોબલ બોઇલિંગ શબ્દનો ઉપયોગ કરવા લાગ્યું છે જે માનવજાત માટે જોખમી છે તો એવું જ જોખમ હાલ યુદ્ધથી ઉભું થયું છે જેની માઠી અસર શેર બજારથી લઈને રીઅલ એસ્ટેટ સુધી પહોંચી શકે છે અને તેનાથી વધુ ચિંતાજનક બાબત માનવજાતની છે જે ધીમે ધીમે યુદ્ધની વિપરીત અસરમાં થી પસાર થતી જાય છે!! ભારતવર્ષની વાત કરીએ તો હાલના સમયમાં ધીમે ધીમે ભારતીય ઉપખંડમાં અને એશિયામાં આપણું પ્રભુત્વ વધતું જાય છે અને પાડોશીઓ જે વારંવાર આપણને હેરાન કરી રહ્યા હતા હવે તેમનો વારો છે કે તેમની જમીન પર થતા આંદોલન અને વર્ષોની ના ઉકેલાતા પ્રશ્નો આપણી તરફેણમાં આવતા જોવા મળશે અને બહુ જલ્દી પીઓકે માટે પણ ઘણું થતું જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.