Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

Advertisement

સહયોગીઓના સહયોગથી આજે તમે કોઈ મોટા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળ થઈ શકો છો. આ ઉપરાંત વરિષ્ઠ વ્યક્તિની દખલથી આજે લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદનો ઉકેલ આવશે. તમારી રચનાત્મક ક્ષમતા વધશે. આર્થિક મામલામાં ભાગ્ય તમને સાથ આપશે. તમારી આશાઓ પૂરી ના થાય તો તમે દુ:ખી થશો.

વૃષભ રાશિફળ (Taurus):

આજે તમને ત્રિકોણીય વ્યાપારિક ભાગીદારી અને સંબંધોથી લાભ થશે. પરંતુ વ્યક્તિગત સંબંધોના કિસ્સામાં ત્રિકોણાકાર સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ સિવાય આજે તમે જીવનમાં ત્રણ ભૂમિકા ભજવશો. મનોરંજનમાં સાંજનો સમય વિતાવશો. આજે તમને ખુશીનો અનુભવ થશે. ઘરે અથવા કાર્યસ્થળમાં તમે વૈભવી વાતાવરણનો આનંદ માણશો. હાથમાં મોટી રકમ મેળવીને તમે સંતુષ્ટ થશો.

મિથુન રાશિફળ (Gemini):

આજે દરેક બાબતમાં અતિરેક ના કરો. જીવનના કડવા અનુભવોથી પાઠ શીખો. ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનમાં આગળ વધો. આજે તમારા કાર્યક્ષેત્રમાં અણધાર્યા પરિવર્તનની સંભાવના છે. તે તમારા માટે સારું થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે.

કર્ક રાશિફળ (Cancer):

સારું સ્વાસ્થ્ય હોવાને કારણે તમે વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો. તમારા સાથી સાથે મળીને તમે તમારા સંસાધનોને એકઠા કરી શકશો. સાંજનો સમય ધાર્મિક પ્રસંગ યોજવામાં ખર્ચ કરી શકાય છે. કારોબારમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. તમને આ મહેનતનું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે.

સિંહ રાશિફળ (Leo):
આજે અનિયમિત આહાર પર નિયંત્રણ રાખો. ધ્યાનમાં રાખો કે અતિરેક નુકસાનકારક છે. વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ તમારી સમક્ષ આકર્ષક પ્રસ્તાવ આપશે. પરંતુ તેમના દ્વારા છેતરાવાને બદલે એક સમજદાર નિર્ણય લો. આજે અંગત સંબંધો પ્રેમાળ અને સહકારભર્યા રહેશે. આજે તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તનની સંભાવના છે. આજે શારિરીક અને માનસિક રીતે પરેશાન હોવા છતાં પણ તમે જે પણ કાર્ય હિંમતથી કરશો તેમાં સફળતા મળશે. કામ અને પરિવારમાં મુશ્કેલીઓ આવી શકે છે.

 કન્યા રાશિફળ (Virgo):

ભાગ્ય આજે મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિની દિશામાં આગળ વધશો. યોજનાઓ સંબંધિત પ્રસ્તાવની મંજૂરી મેળવ્યા પછી અને ચુકવણી પછી તમે વ્યવસાય કાર્યક્રમ આગળ વધારશો. તમે ભૂતકાળમાં શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને સારી તકો મેળવવાનું ચાલુ રાખશો. આજે તમે નાણાકીય લાભની અપેક્ષા કરી શકો છો.

તુલા રાશિફળ (Libra):

આજે આરોગ્ય અને નાણાકીય સંસાધનો પર ધ્યાન આપવાની જરૂર છે. અન્ય લોકોના કામ માટે વધારે સમય અને શક્તિનો વ્યય ના કરો કારણકે આવા લોકો એક પછી એક મદદ માગતા રહે છે. તમારે સરળતાથી ના કહેવાનું પણ શીખવું જોઈએ નહીં તો લોકો તમારો લાભ લેતા રહેશે. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

તમે લીધેલા નિર્ણયને કારણે શરૂઆતમાં તમને ડર લાગી શકે છે. ભાવનાત્મક રીતે તમારા માટે આજે મજબૂત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જીવનમાંથી નકારાત્મકતા દૂર કરીને સફળતા માટેની નવી તકો ઊભી કરો.  આજે તમે કોઈ મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહ્યા છો. તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં એક વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ દરમિયાન, તમારે અસ્વસ્થ થવાના બદલે તમારું કાર્ય પૂર્ણ કરવામાં ધીરજ રાખવી જોઈએ.

ધન રાશિફળ (Sagittarius):

દિવસના બીજા ભાગમાં તમે પરિસ્થિતિનું નિવારણ જોશો. વ્યવસાયમાં કોઈ નવા વ્યક્તિ સાથે જોડાતા પહેલા તેના વિશે સંપૂર્ણ સંશોધન કરો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.  કદાચ આને કારણે તમારે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડશે. પરંતુ યાદ રાખો, જ્યારે અંધકાર વધે છે ત્યારે સવાર નજીક છે. તેથી ધૈર્ય રાખો અને સરળતા સાથે આગળ વધો, આ સમય જલદી પસાર થશે.

મકર રાશિફળ (Capricorn):

મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. તમે નવી આશા અને ઉર્જા સાથે કામ કરવાનું શરૂ કરશો. તમે તમારા પોતાના કામ વિશે આત્મવિશ્વાસ અનુભવવાનું શરૂ કરશો. ભૂતકાળ વિશે વધુ વિચાર કર્યા વિના ફક્ત વર્તમાન અને ભવિષ્ય સંબંધિત વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાનો પ્રયાસ કરવો.

કુંભ રાશિફળ (Aquarius):

સાંજે, તમે પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે ઉદાર વલણ અપનાવશો. રાત્રે આ લોકો પર પૈસા પણ ખર્ચ થઈ શકે છે. આળસ અને મોજ-મસ્તીમાં વધારે સમય ખરાબ ન કરો. કોઇ મનગમતું કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન અને સુખ રહેશે. વિરોધી પક્ષ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે. પરંતુ તમારું કઇં જ ખરાબ થઇ કરી શકશે નહીં.

મીન રાશિફળ (Pisces):

અંગત સંબંધોની કેટલીક બાબતમાં વિવાદ ઊભા થઈ શકે છે. ખાસ કરીને આજે એક બાબત ધ્યાનમાં લેવી કે જ્યારે પણ તમને જીવનમાં જરૂર પડે ત્યારે તમને તમારા પરિવારના સભ્યોનો ઇચ્છિત ટેકો ક્યારેય નહીં મળે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.