Abtak Media Google News

તા.૫.૧.૨૦૨૪ શુક્રવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ નોમ, ચિત્રા  નક્ષત્ર, સુકર્મા  યોગ, તૈતિલ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) : તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.

તુલા (ર,ત) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

–અંગ્રેજી અક્ષર “એ” થી શરુ થતા મિત્રો માટે વર્ષ ૨૦૨૪

વર્ષ ૨૦૨૪ કેવું રહેશે એવો સવાલ પૂછતાં સેંકડો ફોન અને મેસેજ પ્રાપ્ત થયા છે , તમારા નામના પ્રથમ અક્ષરથી આગામી વર્ષ માટે વિચારી શકાય. જેમ કે જે મિત્રોનું નામ અંગ્રેજી અક્ષર એ થી શરુ થતું હોય તો તેમને આગામી વર્ષ અનેક ભેટ સોગાદ આપનારું બનશે જો કે સબંધમાં ચડાવ ઉત્તર જોવા મળે વળી દામપત્યજીવનમાં સંભાળીને ચાલવું પડે! વિવાહયોગ્ય મિત્રો માટે સમય સારો છે પ્રણયમાર્ગે પણ સારું રહે કેરીઅર બાબત માં એપ્રિલ પછીના સમયમાં કાળજી લેવી પડે! આધ્યાત્મિક ચિંતન થાય અને મનોમંથન કરી શકો. તમારા વ્યક્તિત્વ સાથે અને ઓરા સાથે કૈક નવું જોડાયું હોય તેવું લાગે. લોકો પર તમારો પ્રભાવ વધતો જોવા મળે અને તમે તમારા વાણી વર્તન થી સારું કામ લઇ શકો જો કે આ સમયમાં તમારે વધુ રોકાણ કરી સાહસ ના કરવું જોઈએ કેટલાક પ્રવાસો તમારી પ્રગતિમાં ફાળો આપનાર બનશે. તમારી પ્રગતિનો ગ્રાફ ઉપર નીચે જતો જોવા મળે પરંતુ એકંદરે વર્ષ ૨૦૨૪ તમારા માટે શુભ પુરવાર થશે અને તમે એક નવી જ પ્રતિભા લઈને બહાર આવશો તે નક્કી છે. આ વર્ષમાં ઘણી નવી મુલાકાતો પણ થશે જે તમારા જીવનને એક આનંદ થી ભરી દેશે જો કે વધુ પડતા વિશ્વાસે ના ચાલવા સલાહ છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી- ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.