Abtak Media Google News

તા.૩૦.૧૨.૨૦૨૩ શનિવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ ત્રીજ, આશ્લેષા  નક્ષત્ર, વિષ્કુમ્ભ   યોગ, બવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .

મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ)  : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) :  તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.

કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

–ઘર કે ઓફિસની ઉર્જા તેના માલિક સાથે મેચ થતી  હોવી જોઈએ

વાસ્તુ અને જ્યોતિષ સાથે મળીને એસ્ટ્રો વસ્તુ શાખાને જન્મ આપે છે ઘણીવાર એવું જોવા માં આવે છે કે ઘર કે ઓફિસ વાસ્તુ મુજબ હોવા છતાં તેના માલિકની પ્રગતિ અટકતી હોય છે કે કોઈ ને કોઈ સમસ્યાઓ આવતી રહેતી હોય છે એવા સમયે ઘર કે ઓફિસની ઉર્જા તેના માલિક સાથે મેચ થતી હોય તે પણ જરૂરી છે. મારી એક વાસ્તુ વિઝિટ દરમિયાન મેં જોયું કે ઘર મહદ અંશે વાસ્તુ મુજબ હોવા છતાં તેના માલિકને પરેશાની આવી રહી હતી તેનું કારણ દશમે રહેલ મૃગશીર્ષ નક્ષત્ર તેમને સપોર્ટ આપી શકતું ન હતું માટે દક્ષિણની દીવાલ પર મેં મૃગશીર્ષ નક્ષત્રના સિમ્બોલ સાથેનું પેઇન્ટિંગ લગાવવાનું સૂચન કર્યું જેથી દક્ષિણની ઉર્જા તેમના માટે સકારાત્મક બને અને તે પછી તેમનું પ્રમોશન થયું! આમ ઘર કે ઓફિસની ઉર્જા તેના માલિકની ઉર્જા સાથે બેલેન્સ થવી જોઈએ તે મુખ્ય બાબત ધ્યાનમાં રાખવી જોઈએ પદ પ્રતિષ્ઠા માટે વાયવ્ય કોણ અને મુખ્ય વ્યક્તિના પંચમ ભુવનને મેચ કરવા જોઈએ અને તે મુજબ ઉપાય સૂચવવા જોઈએ લક્ષ્મી આગમન માટે માલિકની જન્મકુંડળી મુજબ શંખનો પ્રયોગ કરી શકાય આવી અનેક બાબતો અને નાના નાના ફેરફાર થી ઘરની કે ઓફિસની ઉર્જાને માલિકની ઉર્જા સાથે મેચ કરી શકાય જેથી ત્યાં રહેનાર સુખ શાંતિ સમૃદ્ધિ સાથે પ્રગતિ સાધી શકે જે એસ્ટ્રો વસ્તુની પાયાની બાબત છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.