Abtak Media Google News

તા. ૩૦.૩.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ વદ  પાંચમ, અનુરાધા   નક્ષત્ર, સિદ્ધિ   યોગ, કૌલવ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ)  :વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

–બુધ સાથે ગુરુ આવવાથી શેરબજારમાં નવા પ્રાણ ફૂંકાયા છે

અગાઉ અત્રે લખ્યા મુજબ બુધ સાથે ગુરુ આવવાથી શેરબજારમાં નવા પ્રાણ ફૂંકાયા છે તો સોનાને પણ તેજી મળી છે! શનિ મંગળ યુતિ અંગારા વરસાવી રહી છે હીટવેવ આગળ વધી રહ્યું છે વળી મંગળ શરીર છે જયારે શનિ લોખંડ છે હથિયાર છે માટે આ સમયમાં ઘણા છુરાબાજીના બનાવો કે ચકચારી હત્યાના બનાવો સામે આવે વળી અત્રે લખ્યા મુજબ મંગળ શનિ યુતિ મોટા ગમખ્વાર અકસ્માતો અને આગજની સર્જે તે મુજબ દક્ષિણ આફ્રિકામાં બસ બ્રિજના બેરીયર સાથે અથડાઈ તેમાં આગ લાગી અને ૪૫ લોકો જીવતા ભૂંજાવાનો દુઃખદ ઘટનાક્રમ બન્યો છે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઘટનાથી કાળજી રાખવાની જરૂર રહેશે વળી ખાસ કરીને ખાણમાં કામગીરી કરનાર વર્ગે વિશેષ કાળજી લેવી પડે  વળી મંગળ જમીન છે જે શનિ સાથે આવતા ધરતી ધ્રૂજવાના બનાવો બને!  કેટલાક સંબંધોમાં રુક્ષતા આવતી જોવા મળે! વળી બુધની સ્થિતિ સારી થતા સોસીઅલ મીડિયા અને ઈન્ટરનેટ પર ખોટા લોકો હેકર્સ અને બીજાને પરેશાન કરનાર લોકો પર તવાઈ આવતી જોવા મળશે! શનિ મંગળ અને શુક્ર યુતિ કુંભ રાશિમાં ચાલી રહી છે મંગળ અને શુક્ર યુતિ પ્રેમવિવાહની પ્રેરણા આપે અને વ્યક્તિને આગળ વધારે પણ સાથે શનિ મહારાજ બેઠા હોવા થી આ પ્રકારના લગ્ન થતા પહેલા રુકાવટ આવવાની શક્યતા વધુ રહે વળી સામાન્યતઃ લગ્નની વાતચીત પણ ચાલીને અટકી જતી જોવા મળે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—- ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.