Abtak Media Google News

તા. ૪.૪.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ વદ  દશમ, શ્રવણ  નક્ષત્ર, સિદ્ધ  યોગ, બવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  મકર (ખ,જ)   રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ)  : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .

તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

–આજની તારીખ માં રાહુનો અંક ૪ ત્રણ વાર રિપીટ થાય છે!

૩૧ માર્ચ ૨૦૨૪ના અંક માં અને ૨ એપ્રિલ ૨૦૨૪ના અંક માં લખ્યા મુજબ યુદ્ધ અને હથિયારોનો બેફામ ઉપયોગ ચાલુ થયો છે ઇઝરાયલનો સીરિયામાં હુમલો વળી અગાઉ લખ્યા મુજબ ઈસ્તંબુલની નાઈટક્લબમાં ભયાનક આગ લાગી હતી તો તાઇવાન અને જાપાનમાં ભૂકંપ મહેસુસ થયો છે..શનિ મંગળ યુતિ અને બે ગ્રહણ વચ્ચેના સમયમાં ઘટનાક્રમ તેજ બન્યો છે જે વિષે અગાઉ જ અત્રે જણાવી ચુક્યો છું! આ સમયમાં રાજનીતિમાં પણ મોટા ઉલટફેર થાય. હાલ બુધ મહારાજ વક્રી ચાલી રહ્યા છે મેષમાં ગુરુ સાથે શેરબજાર,વ્યાપાર અને સોનામાં તેજી લાવી રહ્યા છે પરંતુ ૯ એપ્રિલના વક્ર ગતિથી ફરી મીનમાં તેઓ પ્રવેશ કરશે જ્યાં ફરી સૂર્ય રાહુ સાથે યુતિમાં આવશે એટલે આગામી સપ્તાહમાં શેરબજારમાં અચાનક ફેરફાર જોઈ શકાય વળી સોનાના ભાવમાં પણ થોડી પીછેહઠ જોવા મળશે તો આયાત નિકાસ બાબતે કેટલીક નવી ગાઈડ લાઈન કે નિયમો આવતા જોવા મળે વળી કેટલીક ડીલ અટકતી જોવા મળશે. મુદ્રસ્થતિમાં પણ અચાનક ફેરફાર જોવા મળે અને ક્રિપ્ટો કરન્સી બાબતે પણ મહત્વની બાબતો સામે આવતી જોવા મળે વળી ઓનલાઇન ફ્રોડ અને સોસીઅલ મીડિયાની કેટલીક નેગેટિવ બાબતો સામે આવતી જોવા મળે! આજની તારીખ માં અંક ૪  ત્રણ  વાર રિપીટ થાય છે જે રાહુની પકડ હાલના સમય પર વધારે છે તેમ દર્શાવે છે અને અચાનક ઘટનાક્રમમાં ફેરફાર દર્શાવે છે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.